હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંડિત દીનદયાળ શોધ સંસ્થાન તથા ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે અમદાવાદ ખાતે આયોજિત પોષણ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે પોષણની ભારતીય પરંપરાઓ પર આધારિત ‘પોષણ ઉત્સવ’ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘બેક ટુ બેઝિક’નો મંત્ર આપ્યો છે. તેમણે સંસ્કૃતિના જતન અને સંવર્ધનની સાથે ઉત્તમ પોષણથી તંદુરસ્ત રહી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નું નિર્માણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.