હિન્દ ન્યૂઝ, ડભોઈ
ડભોઈ સિનોર ચોકડી ખાતે માસ્ક વગરના બાઈક ચાલકો સામે પોલીસ વિભાગ ની લાલ આંખ. કોરનો ના કહેર ની પુનઃ ઘાતક લહેર ને ચાલતા નાગરિકોમાં સંક્રમણ ફેલાય નહીં અને કોરોના ના સંક્રમણ ને અટકાવવા હાલ માં જ પોલીસ તંત્ર દ્વારા નગર માં માઇક એનાઉન્સ દ્વારા નાગરિકો ને સલાહ સૂચનો કરી જાગૃત કરાયા હતા. તેમ છતાં બેખૌફ માસ્ક વગર ફરતા બાઈક ચાલકો ને સીનોર ચોકડી ખાતે પી.એસ.આઈ. વસાવા ઓની ટીમ દ્વારા આવા લોકો નિષ્કાળજી દાખવનાર ને ઝડપી પાડી કાયદેસર ની દંડિત કાર્યવાહી કરી માસ્ક વગર ના વ્યક્તિઓ સામે લાલ આંખ કરી હતી.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ