જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

    આચાર્યશ્રી, પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા માટે હાલ ધોરણ ૫ (પાંચ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવામાં આવી છે.

પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં ધોરણ – ૬ માં પ્રવેશ માટેના ઓનલઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૨૩-૦૯-૨૦૨૪ હતી. તેને ૦૭-૧૦-૨૦૨૪ સુધી લંબાવવા આવેલ છે. જેથી આણંદ જિલ્લામાં ધોરણ પ (પાંચ) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો તેઓ ઉપરોક્ત છેલ્લી તારીખ સુધીમાં ફોર્મ ભરી શકે તેમજ છેલ્લી તારીખ પૂર્ણ થયા બાદ બે દિવસ સુધી ઓનલાઈન અરજીમાં GENDEA,CATEGORY ( GEN/OBC/SC/ST), AREA (RURAL/URBAN),DISABILITY and MEDIMUM OF EXAMINATION માં સુધારા હોય તે સુધારા કરવા માટે કરેકશન વિન્ડો ખુલ્લી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભારત સરકાર દ્વારા સંચાલિત સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જેમાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ-અલગ ઉતમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને રાષ્ટ્રિય એકતા માટે સ્થળાંતર નીતિ, રમત ગમત તથા SPC, NCC, SCOUT & GUIDE, ART & MUSIC જેવી સહ શૈક્ષણિક પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે સર્વાંગીક વિકાસની ઉત્તમ તકો છે. ફોર્મ ભરવા ઉત્સુક દરેક વિદ્યાર્થીઓ/વાલીઓને વહેલી તકે ફોર્મ ભરવા ખાસ વિનંતી, જેથી આ તકનો લાભ મેળવી શકાય. ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઈટ http://www.navodaya.gov.in છે. તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment