હિન્દ ન્યુઝ, દીવ
દીવ જીલ્લાના કલેકટર ભાનું પ્રભા ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, દીવ દ્વારા ૧૦માં ‘વિશ્વ યોગ દિવસ’ નું આયોજન બ્લુ ફ્લેગ બીચ, ઘોઘલા, દીવ ખાતે તા. ૨૧ જુન ૨૦૨૪, સવારે ૦૭:૦૦ કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ યોગ દિવસનો મુખ્ય ઉદ્દશ્ય લોકોમાં યોગા પ્રત્યે જાગૃતતા લાવવાનો અને યોગાથી થતા ફાયદાઓ સમજી જીવનમાં અપનાવવાનો છે. ૧૦ માં વિશ્વ યોગ દિવસની થીમ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ શરીર, મન, અને આત્મા ને આરોગ્ય અને સુખાકારી બનાવવા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા યોગા વ્યક્તી અને સમાજને મદ્દતરૂપ થઇ શકે.
શરીરના દરેક અંગો માટે યોગાના વિવિધ પ્રકારો આદિકાળથી ભારતવર્ષના યોગીમુનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ જે વિવિધ રોગ અટકાવ તેમજ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. ભારતમાં વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં ૨૧ જુન ૨૦૨૪, સવારે ૦૭:૦૦ કલાક થી ૪૫ મિનીટ માટે ભારતના આયુષ મંત્રાલય દ્વારા નિયત કરેલ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસરીને યોગા અભ્યાસ કરવામાં આવેલ. પ્રસાસન દાદરા નગર હવેલી અને દમન અને દીવ દ્વારા વિશ્વ યોગ દિવસમાં ભાગ લેનારને અને યોગાને જીવનમાં અપનાવી દૈનિક રીતે કરે તે માટે પ્રોત્સાહિત કરવા માટે યોગા મેટ અને ટી શર્ટ આપવામાં આવલે.
રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ
Advt.
રાજકોટ ખાતે તા. 25-07-2024 નાં રોજ📜 “પત્રકાર રત્ન એવોર્ડ-2024” નો ભવ્ય કાર્યક્રમ યોજાશે 👇https://hindnews.in/?p=40622 🛑’પત્રકાર રત્ન એવોર્ડ – 2024′ મેળવવા માટે આપના નામની નોંધણી✍️ કરવા સંપર્ક કરો 📱- 9825095545