હિન્દ ન્યુઝ, આણંદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કામાં યોજાનાર છે, તેની સાથે જ આણંદ જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮- ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે.
ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ જે મતદારોની ઉંમર તારીખ ૧ લી એપ્રિલ, ૨૦૨૪ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતી હોય તેવા મતદારો નામ નોંધાવવા માટે તેમને ફોર્મ ભરવા જણાવાયું હતુ જે અન્વયે આણંદ જિલ્લાના જે મતદારો તા. ૧-૪-૨૦૨૪ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા હતા તેવા મતદારોએ ફોર્મ રજૂ કર્યા હતા, જે મંજૂર થતા તા. ૦૧-૦૪-૨૦૨૪ ના રોજ આણંદ જિલ્લામાં કુલ ૧૧,૩૩૧ મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં ખંભાત વિધાનસભામાં ૯૭૦, બોરસદ વિધાનસભામાં ૭૩૫, આંકલાવ વિધાનસભામાં ૯૮૬, ઉમરેઠ વિધાનસભામાં ૧૬૨૧, આણંદ વિધાનસભામાં ૪૩૭૬, પેટલાદ વિધાનસભામાં ૧૫૬૨ અને સોજીત્રા વિધાનસભામાં ૧૦૮૧ મળીને કુલ -૧૧,૩૩૧ નવા મતદારો ઉમેરાયા છે.
ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં ૨,૩૪,૬૫૮ મતદારો પૈકી ૧,૨૦,૯૬૨ પુરૂષ મતદારો અને ૧,૧૩,૬૯૬ મહિલા મતદારો, બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં ૨,૬૪,૭૧૭ મતદારો પૈકી ૧,૩૫,૭૬૮ પુરૂષ મતદારો, ૧,૨૮,૯૩૭ મહિલા મતદારો અને અન્ય ૦૬ મતદારો, આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં ૨,૨૭,૮૪૩ મતદારો પૈકી પુરૂષ મતદારો ૧,૧૫,૬૨૬ અને મહિલા મતદારો ૧,૧૨,૨૧૭, ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં ૨,૭૩,૯૮૬ મતદારો પૈકી પુરૂષ મતદારો ૧,૩૯,૨૩૯ અને મહિલા મતદારો ૧,૩૪,૭૩૫ અને અન્ય ૦૬ મતદારો, આણંદ વિધાનસભા મત વિસ્તારમાં ૩,૧૬,૯૫૨ મતદારો પૈકી પુરૂષ મતદારો ૧,૬૦,૧૫૪ અને મહિલા મતદારો ૧,૫૬,૭૯૦ અને અન્ય ૦૪ મતદારો, પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં ૨,૪૦,૧૯૫ મતદારો પૈકી પુરૂષ મતદારો ૧,૨૨,૧૭૪ અને મહિલા મતદારો ૧,૧૭,૮૦૩ અને અન્ય ૧૦૯ મતદારો, સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં ૨,૨૧,૮૩૧ પૈકી પુરૂષ મતદારો ૧,૧૪,૦૧૧ અને મહિલા મતદારો ૧,૦૭,૮૦૮ અને અન્ય ૦૬ મતદારો મળીને સમગ્ર આણંદ જિલ્લામાં ૧૭,૮૦,૧૮૨ મતદારો નોંધાયા છે, જેમાં સમગ્ર આણંદ જિલ્લામાં કુલ પુરૂષ મતદારો ૯,૦૭,૯૩૪ અને કુલ મહિલા મતદારો ૮,૭૨,૧૧૭ અને ૧૩૧ મતદારો ત્રીજી જાતિના નોંધાયા છે. જે તા. ૦૧-૦૪-૨૦૨૪ ના રોજ તૈયાર કરવામાં આવેલ મતદાર યાદી મુજબ છે, તેમ જણાવાયું છે.
આણંદ જિલ્લામાં યુવા મતદારોની વાત કરીએ તો ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા કુલ – ૪૧,૯૦૪ યુવા મતદારો મતદાનમાં સહભાગી બનનાર છે. આ ઉપરાંત વયજુથ મુજબના મતદારોની વાત કરીએ તો, ૨૦ થી ૨૯ વર્ષની વય ધરાવતા કુલ – ૩,૬૫,૫૮૭ મતદારો, ૩૦ થી ૩૯ વર્ષની વય ધરાવતા કુલ- ૪,૦૧,૩૦૮ મતદારો, ૪૦ થી ૪૯ ની વય ધરાવતા ૩,૬૧,૭૨૪ મતદારો, ૫૦ થી ૫૯ ની વય ધરાવતા ૨,૮૨,૩૦૫ મતદારો, ૬૦ થી ૬૯ વર્ષની વય ધરાવતા ૧,૯૫,૩૨૫ મતદારો, ૭૦ થી ૭૯ વર્ષની વય ધરાવતા ૯૭,૧૫૬ મતદારો અને ૮૦ વર્ષ કરતા વધુ ઉંમરના કુલ – ૩૪,૮૮૨ મતદારો મળીને આણંદ જિલ્લાના કુલ મતદારો ૧૭,૮૦,૧૮૨ નોંધાયા છે.