ગીર સોમનાથ જિલ્લામાં ૩૩મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા તા.૨૯ ફેબ્રુઆરીના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર – ગીર સોમનાથ સંચાલિત ૩૩મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા- ૨૦૨૩-૨૪ તા.૨૯ ફેબ્રુઆરીના રોજ ભાઈઓ માટે સ્પર્ધા ચોરવાડ બંદર ખાતેથી અને બહેનો માટે આદ્રી બંદર ખાતેથી સવારે ૭.૩૦ કલાકે યોજાવામાં આવશે. જેમાં ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ (૨૧ નોટીકલ માઈલ) ચોરવાડ બંદર ખાતેથી સવારે ૭ કલાકે શરૂઆત કરવામાં આવશે અને બહેનો માટેની સ્પર્ધા આદ્રી થી વેરાવળ (૧૬ નોટીકલ માઈલ) વચ્ચે આદ્રી બંદર ખાતેથી સવારે ૭.૩૦ કલાકે યોજાશે. આ સ્પર્ધામાં ભારતના અલગ-અલગ રાજયમાંથી ખેલાડીઓ ભાગ લેવા આવશે.અને અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં શ્રીમતી મણીબેન કોટક હાઈસ્કુલ વેરાવળ ખાતેથી સાંજના ૫ કલાકે ઈનામ અને પ્રશસ્તિપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે.

Related posts

Leave a Comment