રાજકોટ,
રાજકોટ શહેર તા.૩૦.૬.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્રની નામાંકિત ટ્રાવેલ્સ કંપની કેશવી ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જસપાલ તોમરના નાનાભાઇ તેજપાલ તોમર ૧૫ દિવસ પૂર્વ જ કોરોનાથી સંક્રમીત બન્યા બાદ રાજકોટની કાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા બાદ હતા. ગઇકાલે ૧૪ દિવસની તબીબી સારવાર બાદ તેજપાલ તોમર કોરોના સામેના જંગમાં વિજેતા બની હોસ્પિટલમાંથી ઘરે પરત ફરતા તેમનું પરિવારજનો તથા પાડોશીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે આવેલ ક્રાઇસ્ટ હોસ્પિટલના ડાયરેકટર ફાઘર જોમન થોમાના તબીબી ટીમના ડો.વિત પટેલ, ડો.તેજ ચૌઘરી, ડો.રોમીત પટેલ, ડો.રવિરાજ ડોડીયા તથા હોસ્પિટલ એડમીનીસ્ટ્રેશન ટીમના ડો.જીતેન કકકડના માર્ગદર્શન હેઠળ થયેલ સારવારના પરિણામે તેજપાલ તોમર કોરોના મૂકત બન્યા હતા. અત્રે નોંધનીય છે કે ક્રાઇસ્ટ હોસ્પિટલે અગાઉ કરેલી જાહેરાત મુજબ કોરોના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપી હતી. જે મુજબ તેજપાલ તોમરની સારવાર માટે કોઇ ખર્ચ કે ચાર્જ વગર સેવા આપી હતી.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ