રાજકોટ,
રાજકોટ શહેર તા.૩૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના દિન પ્રતિદીન વાહન વ્યવહાર વધતો જતો હોય. જેના કારણે શહેરમાં હાર્દ સમા કાલાવાડ રોડ તથા યુનિવર્સિટી રોડ ઉપર જવા આવવા માટે કે.કે.વી.ચોક તથા ઇન્દીરા સર્કલનો ઉપયોગ થતો હોય. જેથી ત્યાં અવાર નવાર ટ્રાફીક જામ થતો હોય અને અકસ્માત થવાનો ભય રહેતો હોય તેમજ આ રોડ ઉપર શાળા કોલેજો તથા હોસ્પિટલ વિગેરે આવેલ હોય. જેને ઘ્યાને લઇ વાહનોનો ટ્રાફીક જામ ન થાય તેમજ અકસ્માત થવાની સંભાવના ઓછી થાય તેવા હેતુથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ટ્રાફીકને લગત અગત્યના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ