હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
વેરાવળ ખાતે આસોપાલવ લૉન્સમાં ગીર સોમનાથ જિલ્લાના “વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ડિસ્ટ્રીક્ટ વાઈબ્રન્ટ સમિટમાં હાથશાળ, બાગાયત, ઉદ્યોગ, ખેતીવાડી, એસબીઆઇ સહિતના ૨૫ જેટલા સ્ટોલનુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આ સમીટ અંતર્ગત વેરાવળના મધ ઉછેર કરતા અને ગીર હની પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ભાવીનભાઈ ખાંભલાને સ્ટોલ ફાળવાયો હતો. વાઈબ્રન્ટ સમિટમાં પોતાના પ્રોડક્ટની પસંદગી થતાં ભાવિનભાઈએ સરકારશ્રી ઉપરાંત વહીવટી તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
વેરાવળના મધ ઉછેર અને ગીર હની નામની નેચરલ મધ પ્રોડક્ટનુ વેચાણ કરતા ભાવીન ખાંભલાએ જણાવ્યુ હતુ કે, હું ૧૦૦૦ મધની પેટીઓથી મધ ઉત્પાદન કરુ છુ. અલગ અલગ વિસ્તારમાં ખેડૂતો પોતાના ખેતરમા જીરુ, વરીયાળી, ફૂલો સહિતની ખેતી કરે છે ત્યાં મધની પેટીઓ રાખું છુ. જેના કારણે અજમા, ધાણા, વરીયાળી અને વિવિધ ફુલો સહિતના નેચરલ મધનુ ઉત્પાદન કરી શકું છું અને બે મહિને અંદાજે ૧.૫ ટનનું ઉત્પાદન મેળવું છું. આ મધ ઉછેર કરવા માટે મને સરકારશ્રી તરફથી ઘણી મદદ મળી છે.
ભાવિનભાઈ ખાંભલાએ સરકાર અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, મધ ઉત્પાદન હવે હું એમેઝોન સહિત ઓનલાઈન પ્લેટફોર્મમાં ગીર હની પ્રોડક્ટનું વેચાણ કરું છું. મધ ઉછેરના નાના બિઝનેસ સરકારના સહયોગથી હું આગળ વધારી શક્યો છું. “વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગીર સોમનાથ”માં મને સ્ટોલ મળતા ખૂબ જ ખુશી છે કે મારા દ્વારા કરવામાં આવતી મધની અલગ અલગ પ્રોડક્ટ વાઈબ્રન્ટ સમિટમાં સ્થાન મળવાથી અમે મારી પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવાનો લાભ મળ્યો છે.