હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ ખાતે જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ગણેશજીની મહાઆરતીમાં ભા.જ.પ. ના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. જીવનનગરની અસાધારણ પ્રગતિમાં સામુહિક અંકતા કારણભૂત છે તેવો વિચાર પ્રગટ કર્યો હતો. મહોત્સવ દિપ પ્રાગ્ટય ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે કરી જણાવ્યું કે રાજકોટમાં જીવનનગર સમિતિ છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત છે. અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. રહીશોની એકતાને વંદન કરું છું. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે જીવનનગર સમિતિ સર્વાંગી પ્રવૃત્તિઓનું સ્તોત્ર છે. જીવનનગરના આયોજનમાં ભાગ લેવો ગૌરવ છે. ભગવાનની કૃપા માનવ જાત ઉપર કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી. મહાઆરતીમાં ધારાસભ્ય ડૉ. દિર્શતાબેન શાહ, શાસક પાના નેતા લીલુબેન જાદવ, છગનભાઈ જાદવ, નગરસેવકો ચેતનભાઈ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડના પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પ્રમુખ રજનીભાઈ ગોલ, શહેર ભા.જ.પ. મંત્રી વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ કાનાણી, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, રત્નદિપસિંહ જાડેજા, શહેર ભા.જ.પ. નો કારમીરાબેન નથવાણી, આગેવાનો મોનીલભાઈ શાહ, મનીષભાઈ ડેડકીયા, મહેન્દ્રસિંહ જાડેજા, ચૈતન્યભાઈ પડીયા, પાર્થ ગોહેલ, કિશનભાઈ ભુવા, દર્શિતભાઈ જાંશી, આનંદભાઈ, માલાબેન પટેલ, છાયાર્બન, વિનોદરાય મદ, અનંતભાઈ ગોહેલ, અન્ય આગેવાનોએ ભાગ લીધો હતો. પ્રસાદ વિતરણ કર્યું હતું.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરી સમિતિના લોકોપયોગી કાર્યોની વિગત આપી હતી. સમિતિ માનવતાલક્ષી કાર્યોને અગ્રતા આપે છે. છેલ્લા ૪૨ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. રહીશોની એકતાના કારણે સફળતા મળે છે. મહોત્સવ સમિતિમાં કામગીરી કરતા અને સફળતાના ભાગીદાર જયંત પંડયાના વડપણ હેઠળ મુકેશભાઈ પોપટ, અંકલેરા ગોહિલ, રવિ પરબતાણી, વિનુભાઈ ઉપાઘ્યાય, પાર્થ ગોહેલ, અનં માઈ ગોહેલ, વિજયભાઈ ત્રંબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, શૈલેષભાઈ પુજારા, બારોટબાઈ, ગોવિંદભાઈ ગોહેલ, મહિલા મંડળના યોગીતાબેન જોબનપુત્રા, સુનિતાર્બન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજીઠીયા, શોભનાબેન ભાણવડા, અલ્કાબેન પંડયા, નકાબેન મહેતા, રૂપાબેન પંડયા, પ્રફુલ્લાબેન બોરીચા, જયોતિબેન પુજારા, ભદ્રાબેન ગોહેલ, મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી.