ભાવનગર જિલ્લાના ૨૪૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે પ્રિ-ઇવેન્ટ યોગ ડે કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તે બાબતે આહવાન કર્યુ છે ત્યારે આ વર્ષે ભારત આયુષ મંત્રાલય દ્વારા “હર ઘર – આંગન યોગ” ટેગલાઇન જાહેર કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજયના અધિક નિયામક (જાહેર આરોગ્ય) ગાંધીનગર ડો.નિલમ પટેલના આદેશથી તથા AB-HWC ના રાજયના પ્રોગ્રામ અધિકારી ડો.પી.આર.સુથારના માર્ગદર્શન હેઠળ રાજયના તમામ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) દ્વારા ૧૬ મી જુન ૨૦૨૩ ના રોજ પ્રિ-ઇવેન્ટ યોગ ડે તરીકે ઉજવણી કરવા જણાવેલ હતું. 

જે મુજબ ભાવનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા કવોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફીસર સહિત જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓની દેખરેખ હેઠળ જિલ્લાના ૨૪૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર પ્રિ-ઇવેન્ટ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેનો લાભ જિલ્લાના જુદા-જુદા વય જુથના ગ્રામજનોએ લીધેલ હતો. 

જિલ્લા મેડીકલ ઓફીસર, કોમ્યુનીટી હેલ્થ ઓફીસર, એ.એન.એમ., એમ.પી.એચ.ડબલ્યુ.,આશા બહેનો,આશા ફેસીલીટેટર વગેરે કર્મચારીઓ દ્વારા જિલ્લાના વિવિધ ગામોના ૪૪૫૮ જેટલા લોકોને યોગ કરાવેલ તથા યોગના ફાયદાઓ વિષે માહિતી આપી પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ હતો.

જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જાહેર જનતાને ૨૧ મી જુન ૨૦૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમીતે નજીકના આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર યોગાનો મહત્તમ લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment