સોમનાથ મહાદેવના રૂદ્રાક્ષ શૃંગારના દર્શન કરી તમિલ બાંધવો અને ભગિનીઓ એ સંધ્યા આરતીના દર્શન કર્યા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

પ્રભાસ પાટણની પાવન ધરા પર પધારેલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારો પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના ચરણે શીશ નમાવી ભાવવિભોર બન્યા હતા. તમિલ બાંધવો અને ભગિનીઓએ મહાદેવની સંધ્યા આરતીમાં ભગવાન શ્રી સોમનાથ મહાદેવનાં રુદ્રાક્ષ શૃંગારના દર્શન કર્યાં હતાં.

ત્યારબાદમંદિરના પટાંગણમાં સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ  દર્શાવતો ભવ્યાતિભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળી તમિલ બાંધવો મંત્રમુગ્ધ થયાં હતાં. આ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ સોમનાથ મંદિરની સ્થાપનાવિદેશી આક્રમણો બાદ મંદિરના નવ નિર્માણના ઈતિહાસ આધારિત તૈયાર કરવામાં આવ્યો છે. લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પહેલાં મંદિરના તેમજ સોમનાથ ટ્રસ્ટના પ્રવાસનલક્ષી વિકાસકાર્યોની માહિતી આપતી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. 

Related posts

Leave a Comment