ઇડરના જહીરપુરા ખાતે પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા ગાયની નિ: શુલ્ક સારવાર કરાઇ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જહીરપુરા ગામે વાવાઝોડા દરમિયાન પતરુ ઉડતા ઇજા પામેલ ગાયની પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા નિશુલ્ક સારવાર કરાઇ હતી. ઇડર તાલુકાના જહીરપુરા ગામના વતની આગ્લોડીયા મોહસીનઅલી અકબરઅલીના તબેલાની ખુલ્લી જગ્યામાં પશુને રાખ્યા હતા. અચાનક વાવાઝોડું આવતા પતરુ ઉડવાના કારણે ગાયના પાછળના ભાગના જમણા પગે ગંભીર ઇજા થઈ હતી. તેની જાણ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં ડૉ.એઝાજ મેમણને કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ચકાસણી કરતા ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ડૉ. એઝાજ મેમણ અને ડ્રેસર બલભદ્રસિંહ દ્વારા ૩ કલાકની ભારે જહેમત બાદ સફળતા પૂર્વક ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ગાયનો જીવ બચાવવામાં આવ્યો હતો. ગાયને થયેલી ગંભીર ઇજા માટે નિ:શુલ્ક સારવાર કરવા બદલ પરીવારે પશુ હેલ્પ લાઇન ૧૯૬૨ અને સરકારનો આભાર માનતા જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારની ૧૯૬૨ની સેવા પશુપાલકોને સાચાં અર્થે જરૂરીયાત સમયે મદદરૂપ સાબિત થઈ છે.

Related posts

Leave a Comment