ગીર સોમનાથઃ સોરઠની શાન સમા સિંહના મ્હોરાઓ પહેરી વિદ્યાર્થીઓએ આપ્યો મતદાર જાગૃતિનો સંદેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં ગીર સોમનાથના ૯.૯૯.૪૧૫ મતદારો નોંધાયા છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તમામ મતદારોમાં જાગૃતી આવે તે હેતુથી મોડેલ સ્કૂલ ઈણાજ અને આસપાસની સ્કૂલના ૪૭૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરી અને મતદાન અવશ્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.

       સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ સોરઠની શાન એવા સિંહના મહોરાઓ પહેરીને મારૂ મત, મારૂ ભવિષ્ય તેમજ હર ઘર મે સંદેશ દો, વોટ દો….વોટ દો તેમજ વ્યસ્ત કામમાંથી સમય કાઢી મતદાન અવશ્ય કરજો એવી અપીલ કરી જાહેર રસ્તા પરથી ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું.

      આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  આર.જી.ગોહિલ, સ્વીપના નોડલ અધિકારી આર.એ.ડોડીયા, સહનોડલ  એન.ડી.અપારનાથી,  વાય.બી.ચાવડા તેમજ મોડેલ સ્કૂલના પ્રિન્સિપલ  અલ્પાબહેન તારપરા દ્વારા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Related posts

Leave a Comment