ચૂંટણી પ્રચાર માટે વાહનો તથા લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયમન કરવા અંગે જાહેરનામુ બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભુજ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ના રોજ થનાર છે. જેથી ચૂંટણી સબબ ઉમેદવારો, રાજકીય પક્ષો, કાર્યકરો વિગેરે દ્ઘારા ચૂંટણીના પ્રચારના કોઈ હેતુ માટે સભા કે સરઘસો યોજે તેમાં માઈકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવા અત્યંત આવશ્યક અને અનિવાર્ય જણાતા તેમજ લાઉડ સ્પીકર વગાડવાથી ધ્વની પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત અસર પહોંચે છે. તેમજ લાઉડ સ્પીકરથી લોકોને ખલેલ ન પહોંચે અને લોકો/જાહેર પ્રજાને ધ્વની પ્રદુષણથી મુક્ત રાખવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની કલમ-૩૩ની પેટા-કલમ-૧(આર)(૩) અન્વયે મળેલ સતાની રૂઈએ જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર આથી પ્રતિબંધ ફરમાવેલ છે. કોઈપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો કે તેમનાં ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્ઘારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો વિધાનસભાનાં ચૂંટણી ઉમેદવારે તે વાહનના ઉપયોગ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગર તથા વાહનમાં લાઉડ સ્પીકર વગાડવા માટે સબંધિત પોલીસ સ્ટેશન અધિકારીની પરવાનગી મેળવી તેની નકલ સાથે સબંધિત ચૂંટણી અધિકારીશ્રી પાસે આવા વાહનો રજિસ્ટર કરાવવાનાં રહેશે અને રજિસ્ટર કરાયેલ વાહન માટે તેઓશ્રી પાસેથી પરમીટ મેળવી, અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઈથી દેખાય આવે તે રીતે વિન્ડસ્ક્રીન પર ચોંડવાની રહેશે. કોઈપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહીં, ઉપરાન્ત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજિસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શકિત થી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે. સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર કે વાહન પર માઈક રાખી માઈક વગાડી શકાશે નહીં. સવારના ૬.૦૦ કલાકથી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી જ માઈકનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને જ કરવાનો રહેશે. ઉપર નિયત થયેલા સમય સિવાય ઉપયોગમાં લેવાયેલ કોઈપણ લાઉડ સ્પીકર કે અન્ય જોડાયેલ ઉપકરણો સહિત જપ્ત કરવામાં આવશે. વાહનોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો કે કાર્યકરોએ લાઉડ સ્પીકર વાપરવા માટેની પરવાનગી આપતા સત્તા અધિકારીને આ વાહનોની નોંધણી/ઓળખ નંબરો જણાવવા અને પરવાનગીપત્ર પર નોંધ કરવાની રહેશે. લેખિત પરવાનગી વગર જે વાહનમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર અને તમામ ઉપકરણો સહિત જપ્ત કરવામાં આવશે. ઉમેદવારે કે કાર્યકરે ઉપરોક્ત જણાવ્યા મુજબની પરવાનગી મેળવી તેની જાણ ચૂંટણી અધિકારીને અને સ્થાનિક પોલીસ અધિકારીને કરવાની રહેશે. કોઈ પણ મત વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના પહેલાના ૪૮ કલાક દરમ્યાન વાહન પર ગોઠવેલ કે અન્ય પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. રાજકીય પક્ષો/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧પ૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાનાં અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment