સરકારી આઈ.ટી.આઈ. તળાજા ખાતે “કૌશલ્ય દીક્ષાંત સમારોહ – ૨૦૨૨” યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ઓદ્યોગિક તાલીમ સંસ્થા (ITI ), તળાજા ખાતે વિવિધ ટ્રેડ જેવાં કે ઇલેક્ટ્રિશ્યન,કોપા,મિકેનિક ડીઝલ , ફિટર,વેલ્ડર વગેરે ટ્રેડમાંથી પાસ થયેલ અને નામાંકિત કંપનીઓમાં નોકરી પર લાગેલા હોય અથવા જેમને પોતાનો વ્યવસાય શરુ કર્યો હોય તેવા તાલીમાર્થીઓનો સન્માન સમારોહ એટલે કે “કૌશલ્ય દીક્ષાંત સમારોહ ” યોજાયો હતો.

આ કાર્યક્રમમાં તળાજાના ડેપ્યુટી ક્લેક્ટર વિકાસ રાતડા, મોડેલ સ્કૂલ તળાજાના આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ,સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી ભરતભાઈ ઠંઠ, લક્ષ્મણભાઈ કામળિયા(વૃંદાવન હોન્ડા તળાજા) , જયભાઈ શાહ અને શ્રી કેતનભાઈ મકવાણા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

કુલ ૧૪૦ માંથી ૧૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થતાં સંસ્થાનું ૯૭ % પરિણામ આવ્યું હતું તેમ આચાર્ય જયભાઈ દવેએ જણાવ્યું હતું. પ્રાંત અધિકારીએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment