રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ‘અનલોક-૨’માં પણ દવાબાર, કેશબારીમાં કાગડા ઉડતા જોવા મળે છે

રાજકોટ,

 

રાજકોટ શહેર તા.૧૧.૭.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્રની પાટનગર ગણાતી રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ‘અનલોક-૨’ માં પણ દવાબાર, કેશબારીમાં કાગડા ઉડતા જોવા મળે છે. ચોમાસાના ઋતુજન્ય રોગચાળામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગ દર્દીઓ, કેશબારીમાં કેસ કઢાવવા લાઇનો લાગતી હતી. દરરોજ ૩૫૦૦ થી ૪૦૦૦ દર્દીઓનું ચેકઅપ કરવામાં આવતુ હતું.

પરંતુ હાલ કોરોના વાઇસનુ સંક્રમણ થશે તેવા ડરથી માત્ર ૧૦૦૦ થી ૧૫૦૦ દર્દીઓ જ ઓપીડીમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રમાંથી બહારગામ અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓએ સિવિલમાં આવવાનુ ટાળ્યુ છે. પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્રમાં મેળવવાનું શરૂ કર્યુ છે. સૌરાષ્ટ્રમાં વઘતા જતા કોરોનાના કેસો સામે અને કોરોનાના ડરના કારણે સિવિલમાં જવા માટે દર્દીઓ ડર અનુભવી રહ્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment