સહકાર રાજ્યમંત્રી તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માનાં અધ્યક્ષ સ્થાને તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ સહકાર રાજ્યમંત્રી તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને શહેરના સરદાર પટેલ શૈક્ષણિક સંકૂલ, કાળીયાબીડ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કલેકટર યોગેશ નિરગુડેએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે વ્યક્તિ ગમે તેટલો મોટો માણસ બની જાય પણ તેના જીવનમાં શિક્ષકનું મહત્વ ખૂબ જ રહેલું છે શિક્ષકનું સ્થાન જીવનમાં સરાહનીય અને અતુલ્ય છે

આ તકે સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે ગુરૂનું સ્થાન જીવનમાં ખૂબ જ મહત્વનું રહેલું છે ગુજરાતનાં શિક્ષકો ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે શિક્ષક એ બાળકનું ભવિષ્ય ધડનાર શિલ્પકાર છે. શિક્ષકો સાથે વિધાર્થીઓ ઇમોશનથી જોડાયેલા હોઈ છે ત્યારે શિક્ષકોએ સંવેદન અભિગમ રાખી બાળકોની જિજ્ઞાસા સંતોષવાની છે.

સહકાર રાજ્યમંત્રી તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે માતા-પિતાને શિક્ષક ની અંદર બાળકનું સિંચન કરનારા ભગવાન દેખાય છે ત્યારે શિક્ષકો માટે કોઈ એક દીવસ નહીં પરંતુ દરરોજ શિક્ષક દીવસ ઉજવવો જોઈએ. દેશના સર્વાંગી વિકાસ અને શ્રેષ્ઠ સમાજ રચનામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. સફળતા પછી પણ આજીવન વિધ્યાર્થીઓના જીવનમાં ગુરુનું સ્થાન શ્રેષ્ઠ રહેલું છે

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દેશના ભાવી નાગરિકોનું ઘડતર કરવાનું મહામુલું કામ કરતા શિક્ષકો વંદનીય છે દેશના શિક્ષકોને ગૌરવ પ્રદાન કરવાના હેતુસર સરકાર દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન બારડ રમેશભાઈ – કુંભણ કેંદ્રવર્તી શાળા, મકવાણા પ્રવીણભાઈ – નાના ખૂંટવડા પ્રાથમિક શાળા, ડો. પ્રકાશભાઇ રાઠોડ – સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મેહુલભાઈ ભાલ – પાલિતાણા હાઈસ્કૂલ, મુકેશકુમાર વાઘેલા- અવાણીયા કુમાર પ્રા. શાળા, નાવર હિનાબેન – ભાદ્રોડ કે. વ. શાળા, ભટ્ટી શિતલબેન – કુંભણ કેંદ્રવર્તી શાળા, મેર પરેશભાઈ – ધારુકા કેંદ્રવર્તી શાળા

કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના ૮ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા તેમજ ધો. ૫,૬ અને ૭ માં શ્રેષ્ઠ પરિણામ લાવનાર ૧૪ વિધ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધો. ૧૦ અને ધો. ૧૨ માં સારું પરિણામ લાવનાર શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી

આ પ્રસંગે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, ભા. જ. પ. શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડયા, શિક્ષણ સમિતિનાં ચેરમેન કમુબેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. વી. મિયાણી, પૂર્વ શ્રેષ્ઠ શિક્ષણ સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો, નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment