હિન્દ ન્યુઝ, બોટાદ
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જીલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના માટે ખેલ મહાકુંભમાંથી તાલુકાકક્ષાની અન્ડર-૧૧ વયજૂથની એથ્લેટીક્સ સ્પર્ધાની સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ અને ૫૦ મી.દોડ ઈવેન્ટમાંથી પસંદગી પામેલ પ્રથમ ૧ થી ૮ ખેલાડી ભાઈઓ/બહેનો માટે જીલ્લા કક્ષા ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન તા.૩૦/૦૪/૨૦૨૨ ના રોજ બહેનો અને તા.૦૧/૦૫/૨૦૨૨ ના રોજ ભાઈઓ માટે શ્રી આદર્શ વિદ્યાલય, હડદડ, બોટાદ જીલ્લા ખાતે સવારે ૦૭.૦૦ કલાકે રાખેલ હોય (ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને ફરજીયાત ૦૭.૦૦ વાગ્યે રીપોર્ટીંગ કરવાનું રહેશે.) તો ઉપરોક્ત બેટરી ટેસ્ટમાં ઉપરોક્ત ઇવેન્ટના પ્રથમ ૧ થી ૮ ખેલાડીઓને ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે કન્વીનર ઉસ્માનગની બેલીમ મો. ૭૮૭૮૫૫૪૧૩૧ પર સંપર્ક કરવાનો રહેશે.
વધુમાં જણાવ્યા મુજબ એથ્લેટીક્સ સ્પર્ધાની સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ અને ૫૦ મી.દોડ ઈવેન્ટમાંથી પસંદગી પામેલ પ્રથમ ૧ થી ૮ ખેલાડી ભાઈઓ/બહેનો સિવાય અન્ય ખેલાડીઓ બેટરી ટેસ્ટમાં ભાગ લઇ શકશે નહિ, જેની દરેકે નોંધ લેવા બોટાદ જિલ્લા રમત વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ