દિયોદર થી ધાનેરા નવિન મીની બસ ચાલુ કરાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર

    કોરોનાની મહામારી માં રાજ્યમાં એસટી વિભાગે તમામ ગ્રામ્ય વિસ્તારના રૂટો પર એસટી બસો સ્થિગત કરવામાં આવી હતી. જે બાદ કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા ગત રોજ દિયોદર ડેપો દ્વારા દિયોદર થી ધાનેરા નવીન બસ નો રુટ ચાલુ કરવામાં આવ્યો છે. જેથી દિયોદર ધાનેરા મીની બસ ચાલુ થતા ગ્રામ્ય વિસ્તારમાં થી આવતા વિધાર્થી ઓને અને ખેડૂતોને બજાર સુધી આવવા જવામાં રાહત મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દિયોદર ડેપો મેનેજરે બસ ને લિલી જડી આપી પ્રશ્થાપન કરાવ્યું હતું. બસ ચાલુ થતા મુસાફરો માં અનેરો આનંદ જોવા મળ્યો હતો. આ બસ નો સમય સાવરે 7:20 કલાકે દિયોદર થી રૈયા, ધનકવાડા, ઓઢા, દુચકવાડા, વાતમ , વાસણા, લાખણી, કોટડા, ધૂણસોલ, ધોબા, સરાલ જેવા ગામો માં થઈ ધાનેરા પહોંચ સે .આ પ્રસંગે દિયોદર ડેપો મેનેજર , બસ ડાઈવર , કન્ડેક્ટર, અગ્રણીઓ વગેરે અગેવનો હાજર રહ્યા હતા

અહેવાલ :  પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment