દિયોદર તાલુકા પંચાયત કર્મચારી મંડળી ના ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી કરાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર 

     દિયોદર તાલુકા પંચાયત ખાતે ગતરોજ કર્મચારી મંડળીની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં બેઠક માં ચર્ચા વિચારણા કર્યા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન ની સર્વાંનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે દેસાઈ સમાજનું ગૌરવ અને ગરીબોની સેવામાં હર હમેશા ખડે પગે રહેતા એવા જગમાલભાઈ પી. દેસાઈની વરણી કરવામાં આવી હતી અને વાઇસ ચેરમેન પદે અમરતભાઈ જોશીની વરણી કરવામાં આવી હતી.

આવા નિષ્ઠાવાન શિક્ષકોની વરણી થતા દિયોદર તાલુકા તમામ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા અને ખુશીના માહોલ વચ્ચે કારોબારી સભ્યોએ મોઢુ મીઠું કરાવ્યું હતું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment