વેરાવળ શહેર ના લગભગ વિસ્તારો મા ૪ થી ૫ દિવસે આવે પીવાનું ગંદુ પાણી

હિન્દ ન્યુઝ, વેરાવળ 

    નગર સેવક અફઝલ પંજા એ ડેપ્યુટી કલેકટર અને વેરાવળ નગરપાલિકા ના જવાબદારોને પીવાના પાણી માટે લેખિત રજૂઆત કરી.

હાલના સમયમાં પીવાના પાણી ની ખૂબ મોટી સમસ્યા વેરાવળ શહેર મા સર્જાઈ છે. ભર ઉનાળા મા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહયા છે ત્યારે નગરપાલિકા ના કુલ 11 વોર્ડમાથી લગભગ વિસ્તારોમાં 5 દિવસે પાણી આવે છે જે લોકો માટે ખૂબ પરેશાની જનક છે.

    ગુજરાત સરકારે દરેક ઘરે નર્મદા ના નીર પહોંચાડવાના વચનો આપેલ છે, પણ વેરાવળ શહેર ના લગભગ વિસ્તારોમાં લોકો પાણી માટે ખૂબ મોટી સમસ્યાનું સામનો કરી રહયા છે. એટલું જ નહિ વોર્ડ નં.5 અને 6 ના લગભગ વિસ્તારો મા ગટરની વાંસ વાળું પાણી આવે છે. આ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે.

જ્યારે વેરાવળ તાલુકા અને આસપાસ ના વિસ્તારોમાં આવેલ વિશાળ કંમ્પનીઓને પાણી મળી રહેતું હોય તો પછી નિર્દોષ લોકોને શા માટે પીવાનું નિયમિત શુદ્ધ પાણી મળતું નથી, તે એક ગંભીર પ્રશ્ન છે. જવાબદાર લોકો એ આ બાબતની ગંભીરતા ને સમજવી જોઈએ અને વહેલી તકે લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા કરી તેનું નિરાકરણ કરવું જોઈએ અને આ બાબતનું નિરાકરણ નહિ આવે તો લોકોમાં રોગચારો ફેલાશે તેની ટકોર નગરસેવક અફઝલ પંજા એ લેખિતમાં કરેલ છે. 

રિપોર્ટર : મો.સઈદ મહિડા

Related posts

Leave a Comment