માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજાના પ્રતિનિધિ ગડુ શેરબાગના સરપંચ રમેશભાઈ વાજા સાથે કાનભાઈ જોરા દ્રારા કામની રજુઆત સંદર્ભે સ્થળ પર જઈ રૂબરૂ આગેવાનો સાથે મુલાકાતે

હિન્દ ન્યૂઝ, માંગરોળ

(૧) બે ખીજડી રસ્તા પર નવો નોન પ્લાન રસ્તો મંજુર કરાવવાની રજુઆત બાબતે.
(૨)કોટડા ગામે રાજાશાહી વખતનો ચેકડેમ ટુટી ગયેલ છે તે જગ્યાએ નવા ચેકડેમની રજૂઆત બાબતે.
(૩)જેતખંભથી શેપા તરફ જતા રોડમાં નોલી નદી પર આવેલા જેતખંભ કોઝવે પર વેરીંગ કોટ કરવા બાબતે.

ઉપરોક્ત રજુઆતો અંગે સ્થળ પર જઈ ઓજી વિસ્તારના અને કોટડાગામ ના આગેવાનોને રૂબરૂ મળી રજુઆતો સાંભળી આ તકે ઈબ્રાહીમભાઈ પડાયા, માજી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ માંગરોળ, હાજીભાઈ સુલેમાનભાઈ જેઠવા તાલુકા પંચાયત સદસ્ય, હુસેનભાઈ ઈબ્રાહીમભાઈ કરૂડ, હારૂનભાઈ કાસમભાઈ બેરા, મુસાભાઈ કાસમભાઈ બેરા, ઈકબાલભાઈ કાલવાત ભચુ, મુસાભાઈ દાઉદભાઈ વેલજી, હનીફભાઈ આમદભાઈ, સુફિયાનભાઈ પડાયા, આમદભાઈ ઈસાભાઈ પટેલ માજી નગરપાલિકા સદસ્ય માંગરોળ, મુસાભાઈ વરામ, બીલાભાઈ ગરેજા સહિતના ઓજી વિસ્તારના અને કોટડાગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા હંમેશા પોતાના વિસ્તારના લોકોની નાનામાં નાની સમસ્યાઓ અંગે જરૂરી રજુત કરી હલ કરવામાં જાણીતા છે.

તેઓ દ્રારા રોડ, રસ્તા, વીજળી, આરોગ્ય, પાણી જેવા મહત્વના મુદ્દાઓ બાબતે ગાંધીનગર ખાતે સબંધિત કચેરીઓમાં અને વિધાનસભા માં પણ પ્રશ્ર્નો ઉઠાવી વધુમાં વધુ સુવિધાઓ પોતાના વિસ્તારમાં ઉભી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે જે સર્વવિદિત છે. હકીકતમાં એક જનસેવક નું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડેલ છે.

રિપોર્ટર : સોયબ જેઠવા, માંગરોળ

Related posts

Leave a Comment