હિન્દ ન્યૂઝ, મોરબી
ટંકારામાં જમીન પચાવી પાડવા બાબતે અરજીને પગલે ચાર ઇસમોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ટંકારાના ગજડી ગામના રહેવાસી પ્રકાશ કાળુભાઈ ડાંગર આહીર (ઉ.વ.૩૮) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ હેઠળ અરજી કરેલ હોય જે અન્વયે તપાસમાં આવતા પ્રકાશ ડાંગરને ગજડી ઘુનડાને જોડતા રસ્તા પર બોલાવી આરોપીઓ વાસીયાંગ પુનાભાઈ ડાંગર, ભગવાનભાઈ પુનાભાઈ ડાંગર, પ્રકાશ પુનાભાઈ ડાંગર અને રાયધન મેસુરભાઈ સોઢીયા રહે બધા ગજડી તા. ટંકારા વાળાએ ગાળો આપી તને આઠ દિવસમાં મારી નાખવો છે કહીને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
રિપોર્ટર : કાળુભાઈ પાચિયા, મોરબી