મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍વામીનારાયણ મલ્‍ટિ સ્‍પેશ્યાલીટી હોસ્‍પિટલ, વડતાલ ખાતેના નવીન ઓક્સિજન પ્‍લાન્‍ટનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું

વડતાલ

  મુખ્‍યમંત્રી ગુજરાતે હવામાંથી ઓક્સિજન બનાવવાના PSA પ્‍લાન્‍ટસ સ્થાપીને ૩૦૦ ટન ઓક્સિજન મેળવી ઓક્સિજન માંગમાં પગભર બનવાની દિશા લીધી છે. કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવાના રાજય સરકારના પ્રયાસોમાં ધાર્મિક સંસ્‍થાઓનો સહયોગ પ્રસશંનીય છે.
મુખ્‍યમંત્રીની અપીલના પ્રતિસાદ રૂપે હોસ્‍પિટલમાં વધુ એક પ્‍લાન્‍ટ માટે રૂા. ૨૫ લાખની જાહેરાત મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાકેશ પ્રસાદ મહારાજની પ્રેરણાથી વડતાલ સ્‍વામી નારાયણ ધામ દ્વારા કોરોનાના કપરા કાળમાં થઇ રહેલ સમાજસેવા સહિતની આરોગ્‍યસેવાના કાર્યોના ભાગરૂપે સ્‍થાપિત ઓક્સિજન પ્લાન્‍ટનું લોકાર્પણ કર્યું હતું. મુખ્‍યમંત્રીએ ગાંધીનગરથી વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા આ લોકાર્પણ કરતા કહ્યુ કે, લીકવીડ ઓક્સિજનની મર્યાદાઓ સામે હવે હવામાંથી સીધો ઓક્સિજન મેળવવાના પ્‍લાન્‍ટ રાજયમાં સ્‍થાપીને ૩૦૦ ટન PSA ઓક્સિજન મેળવી પગભર બનવાની દિશામાં આપણે આગળ વધી રહયા છીએ. વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે, રાજય સરકાર દ્વારા ઓક્સિજન સપ્‍લાયના કાર્યમાં વડતાલ સહિત અન્‍ય ધાર્મિક-સામાજિક સેવાભાવી સંસ્‍થાઓ, અમૂલ, બનાસ ડેરી ઉપરાંત, એન.આર.આઇપણ સમયની માંગને અનુસરીને જોડાયા છે તે અભિનંદનને પાત્ર છે. મુખ્‍યમંત્રીએ ઉમેર્યું હતું કે, કોરોના કાળમાં વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન પ્‍લાન્‍ટ અર્પણ કરીને આ સેવા પરંપરા વધુ ઉજ્જજળ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતે કોરોનાની પ્રથમ લહેરમાં સફળતાપૂર્વક સંક્રમણ નિયંત્રણ કર્યું હતું. બીજી લહેરને પણ એ જ આક્રમકતાથી નિયંત્રણમાં લાવ્‍યા છીએ. હવે તજજ્ઞો જયારે ત્રીજી લહેરની સંભાવના દર્શાવે છે ત્યારે એના માટે પણ ગુજરાત સંપૂર્ણ સજ્જ છે.
મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શ્રી સ્‍વામી નારાયણ મલ્‍ટિ સ્‍પેશ્યાલીટી હોસ્‍પિટલ, વડતાલ ખાતેના નવીન ઓક્સિજન પ્‍લાન્‍ટનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતુ. આ ઇ-લોકાર્પણ પ્રસંગે વડતાલ ખાતે સાંસદ દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્ય અને વિધાનસભા ના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇ, ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ સહિત પૂજય સંતઓ ઉપસ્‍થિત રહયા હતા.
મુખ્‍યમંત્રીએ આ હોસ્‍પિટલમાં વધુ એક ઓક્સિજન પ્‍લાન્ટ સ્‍થાપવાની અપીલ કરી હતી. તેના પ્રતિસાદ રૂપ આજ હોસ્‍પિટલ ખાતે બીજા ૫૦ બેડના ઓક્સિજન પ્‍લાન્‍ટની જાહેરાત કરવામાં આવી હતી. બીજા ઓક્સિજન પ્‍લાન્‍ટ માટે હોસ્‍પિટલના પ્રમુખ ધનજીભાઇ દ્વારા રૂપિયા ૧૫ લાખ, મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ દ્વારા રૂા.૧૦ લાખ તથા સાંસદ દેવુંસિંહ ચૌહાણ દ્વારા રૂા.૨૫ લાખની અદ્યતન એમ્બ્યુલન્‍સ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે, કોરોનાથી બચવા રસીકરણ રામબાણ ઇલાજ છે. ત્યારે સૌ કોરોના રસી લઇ સુરક્ષા કવચ મેળવે તે જરૂરી છે. હાલમાં રાજયાં ૧૮ થી ૪૪ વયની વયજૂથના અને ૪૫ વર્ષથી મોટી ઉમરના તવંગર ગરીબ, યુવાઓ અને વયોવૃધ્ધોનું સો ટકા રસીકરણ થાય તે માટેના પ્રયાસો આદરે તે ખૂબ જ આવશ્યક છે.
રાજયમાં કોરોના સંક્રમિતોનો રિવકરી રેટ ૯૬ ટકા છે. જયારે કોરોના કેસો પણ ઘટાડો થતાં ૧૦૦૦ની નીચે આવ્યો છે. તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે, રાજય સરકાર દ્વારા ઓક્સિજન સપ્‍લાયના કાર્યમાં વડતાલ સહિત અન્‍ય ધાર્મિક-સામાજિક સેવાભાવી સંસ્‍થાઓ, અમૂલ, બનાસ ડેરી ઉપરાંત, એન.આર.આઇપણ સમયની માંગને અનુસરીને જોડાયા છે તે અભિનંદનને પાત્ર છે. આ પ્રસંગે આ ઓક્સિજન પ્‍લાન્‍ટ આપવા માટે સ્‍વામીનારાયણ ભગવાન કલાકેન્દ્ર ટ્રસ્‍ટ અને ઇન્‍ડા અમેરીકન સોસાયટી, સ્‍ક્રેન્‍ટન- અમેરીનાનો આભાર વ્‍યકત કર્યો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્‍વામીજી, નૌતમ સ્‍વામીજી, પાર્ષદ લાલજી ભગત સ્‍વામી, ર્ડા.સંત સ્‍વામી સહિત વિવિધ મંદિરોના સંતઓએ આર્શીવચનો પાઠવ્‍યા હતા. જયારે દંડક પંકજભાઇ દેસાઇ અને સાંસદ દેવુસિંહ ચૌહાણએ આ સંસ્‍થાની સેવાકિય પ્રવૃતિઓને બિરદાવી હતી.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment