ડભોઈ – સાઠોદ પાસેથી દારૂની બોટલ નં ૪૮૦ ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એલ.સી.બી ટીમ

હિન્દ ન્યૂઝ, ડભોઈ 

      આજરોજ ડભોઇ નજીકના સાઠોદ ગામ પાસે વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમે ચેકિંગ સઘન બનાવાયું હતું અને બાતમી મળી હતી કે ડભોઈ સાઠોદ રોડ ઉપરથી એક બોલેરો પીકપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ જવામાં આવી રહ્યો છે. જેથી આ બાતમી મુજબની ગાડી આવી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસના જવાનો દ્વારા બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી અને ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
    હાલમાં પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા તથા સુધીરકુમાર દેસાઈ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓએ દારૂ/જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને પ્રોહી. ની હેરાફેરી/વેચાણ ની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા અને અસામાજિક પ્રવૃત્તિઓને સદંતર નેસ્ત નાબૂદ કરવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ઈસમો પર વોચ રાખી, નાકા બંધી કરી અસામાજિક પ્રવૃત્તિઓની માહિતી મળતાં જ કડક પગલાં લેવાની સુચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાનમાં ડી.બી.વાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એમ.એમ. રાઠોડ પી.એસ.આઇ. એલ.સી.બી.ના ઓએ તાબાના સ્ટાફને કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ જેના અનુસંધાનમાં આજરોજ વહેલી સવારમાં એલ.સી.બી સ્ટાફના અ. હે.કો ભૂપતભાઇ વિરમભાઇ, અ.હે.કો. સિદ્ધરાજસિંહ સતુભા, આ.પો.કો. વિજયકુમાર પુનમભાઈ, વિનોદકુમાર કિશનસિંહ, મહેશગીરી દશરથગીરીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે એક સફેદ કલરની બોલેરો પીકપ ગાડી નંબર:- જી.જે ૦૬- એ.ઝેડ.- ૭૫૮૮ માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ને છોટાઉદેપુર તરફથી ડભોઇ થઈ વડોદરા શહેર તરફ જનાર છે. જે ચોક્કસ બાતમી-હકીકતના આધારે સાઠોદ ગામના બસ સ્ટેન્ડ પાસે ઉપરોક્ત હકીકત મુજબ ગાડી આવી પહોંચતા તેને કોર્ડન કરી ઝડપી પાડી, ગાડીમાં બેસેલા બે ઇસમોના નામ પુછતા (૧). મહેન્દ્રભાઈ નરસીંગભાઈ સોનાર રહે,૨૮૭. સત્ગ નગર, મકરપુરા, વડોદરા. (૨). નિકુંજભાઈ માનબહાદુર ખત્રી રહે. શ્રીરામ નગર, માણેજા, વડોદરા. ને ઝડપી પાડી તેઓના કબ્જાવાળી બોલેરો પીકઅપ ગાડીમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો નંગ ૪૮૦ જેની કિંમત રૂ ૨,૨૮,૦૦૦ તથા બોલેરો પીકઅપ ગાડી કિંમત રૂ.૪,૦૦,૦૦૦, તથા મોબાઈલ નંગ -૨ કિં.રૂ. ૧૦,૦૦૦ આમ બધા મળી કુલ રૂપિયા ૬,૩૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડભોઇ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવી વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર તથા મંગાવનાર ઇસમો ની માહિતી મેળવી તેઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આમ ટૂંકા સમયગાળામાં વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને દારૂની હેરાફેરી કરતા ઈસમોને ઝડપી પાડવામાં મોટી સફળતાઓ મળી રહી છે. જેથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર તત્વોમાં મોટો ફફડાટ ફેલાયો છે.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment