ડભોઇ નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ શાહના માર્ગદર્શન હેઠળ “મધર મીરેકલ ટ્રસ્ટના સહયોગથી ૭૦ જેટલા જરૂરતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ”

હિન્દ ન્યૂઝ, ડભોઇ 

    હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે અને આંશિક લોકડાઉનને પગલે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં ડભોઇ નગરમાં પણ છેલ્લા કેટલાય દિવસોથી સ્વૈચ્છિક લોકડાઉન અમલમાં છે. જેના પરિણામે રોજેરોજ મજૂરીકામ કરી પોતાનો જીવન નિર્વાહ કરતા જરૂરતમંદ પરિવારોને જીવનનિર્વાહ કરવાનું હાલમાં કઠીન બની રહયુ છે ત્યારે ” માનવ સેવા પરમ ધર્મ ” ઉક્તિ ને ધ્યાનમાં રાખી ડભોઇ નગરમાં ડભોઇ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને યુવા ભાજપા અગ્રણી વિશાલ શાહના માર્ગદર્શન હેઠળ મધર મિરેકલ ટ્રસ્ટના સહયોગ થી નગરના ૭૦ જેટલા જરૂરતમંદ પરિવારોને આજરોજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમ દરમિયાન ડભોઇ નગરના સામાજિક કાર્યકરો અને મધર મિરેકલ ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment