સંત નિરંકારી મિશન દ્વારા દાહોદ જિલ્લાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહ જી ની 67મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, દાહોદ

વૃક્ષ લગાયે હર પરિવાર, પ્રકૃતિ કો દે ઉપહાર. (સુદિક્ષા જી મહારાજ)

            આજરોજ તા. 23 દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ કમલ હાઈસ્કૂલ માં બાબા હરદેવસિંહ જી મહારાજ ની 67વી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ અને વૃક્ષને એડોપ નો કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ભારત સરકારની કોરોના વિશે ની તમામ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ કાર્યક્રમની શરૂઆત સંતરોડ બ્રાન્ચના ઇન્ચાર્જ મહાત્મા અજય જી નિરંકારી હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કમલ હાઈસ્કૂલ ના આચાર્ય તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.

                સંત નિરંકારી મિશન અનેક વર્ષોથી સમાજ કલ્યાણ ના કર્યો માં કાર્યશીલ છે. વર્તમાન સમય માં મિશન ની પોતાની સમાજ કલ્યાણ ની શાખા “સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન” દ્વારા સ્વાસ્થ્ય અને સશકિતકરણ ના અનેક કાર્ય કરી રહ્યા છે. વર્તમાન સમય ના સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ, બાબા હરદેવ સિંહ જી ના સંદેશ ને આગળ વધાવતા આ જ પ્રેરણા આપી રહ્યા છે કે, જીવન તભી સાર્થક હે, જબ વહ દૂસરો કે કામ આયે.

          સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ની સ્થાપના સતગુરુ બાબા હરદેવસિંહ મહારાજે ૨૦૧૦ માં કરી હતી. દર વર્ષે ૨૩ ફેબરુઆરી ના દિવસે સતગુરુ બાબા હરદેવસિંહ ના જન્મ દિવસ ના સુઅવસર પર અનેક ક્ષેત્રો માં સામાજિક કાર્ય થાય છે. બાબાજી નો આ સંદેશ હતો કે, આગળ ના વર્ષો માં પણ ફેબરુઆરીના માસ માં આ સેવાઓ રોકવી ના જોઈએ. આ વર્ષે કોરોના કાળને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યું કે, દરેક જોન અને બ્રાન્ચમાં સંત પરિવાર પોતાના નિવાસ સ્થાને અથવા એવા કોઈ સ્થાને જ્યાં વૃક્ષ વાવિયે ત્યાં વૃક્ષ ને દત્તક લઈને તેની સારસંભાળ સારી રીતે રાખીને તેને ઉછેરવામાં આવે.

રિપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ

Related posts

Leave a Comment