જિલ્લા કલેકટર ને વેરાવળ પાટણ ના શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવા તથા હાલમાં ચાલી રહેલા રોડ – રસ્તાનાં કામો નક્કી કરવામાં આવેલ નિયમો/શરતો મુજબ બનાવવા ઓલ ઇન્ડિયા માયનોરિટિ ફાઉનડેશન દ્વારા કરાઈ રજુઆત

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

 

વેરાવળ – પાટણ માયનોરીટી વિસ્તારોમાં આવેલ કોલોનીઓનો વર્ષો જુની હોવાથી તથા આ વિસ્તાર ખૂબ જ મોટો હોવાથી હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરતા જોવા મળે છે. આ વિસ્તારના રહીશો સમયસર નગરપાલિકાના વેરા પણ ભરપાઈ કરી આપે છે. છતાં આજ દિન સુધી આ વિસ્તારના રહીશોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. આ વિસ્તારમાં નથી કોઈ સાફ સફાઈની વ્યવસ્થા કે નથી વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા. ચોમાસાની ઋતુમાં લોકોએ ઘરની બહાર નિકળવા વરસાદનાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગોઠણડૂબ ગંદા પાણીમા ફરજિયાત ઊતરવું પડે છે તથા પાણી ભરાવવાથી રિપેર કરેલ રોડ રસ્તાઓ બિસ્માર બની જાય છે. ભૂગર્ભ ગટર નાખ્યાને ઘણા વર્ષો થયાં પરંતુ હજુ ક્યાંય સમયસર ચાલુ ન કરવામાં આવ્યા હોય, ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઈ ને બહાર આવતાં ઠેરઠેર ગંદકી ફેલાઈ છે. ગંદા પાણીના નિકાલનો ખૂબ જ મોટો પ્રશ્ન માયનોરીટી વિસ્તારમાં કાયમી ઉભો રહે છે. ચારે બાજુ ખુલ્લા પ્લોટ- સાર્વજનિક પ્લોટોમાં ગંદકીના ગંજ ખડકાયા છે. કચરાનાં નિકાલ માટે ટિપર-વાન પણ આ વિસ્તારમાં પંદર દિવસમાં બે વખત માંડ આવે છે જેથી કચરાનાં નિકાલની પણ ખૂબ મોટી સમસ્યા છે.

વેરાવળ પાટણ શહેરમાં આધાર કાર્ડ કેન્દ્રો બંધ હોવાથી સમગ્ર વેરાવળ તાલુકાના લોકોને આધાર કાર્ડ ન હોવાથી, મેરેજ સર્ટિફિકેટ મેળવવા નામ સુધારો ન થવાથી, બાળકોના આધાર કાર્ડ અપડેટ થઈ શક્યા ન હોવાથી સરકાર શ્રી ની અનેક રાહત યોજનાઓ ના લાભથી વંચિત રહેવું પડે છે.

તેમજ નિચે મુજબની ખાસ બાબતો દયાને લઈ તંત્ર દ્વારા અમલ કરાવવા વિનંતી કરવામાં આવી.

(1) વેરાવળ પાટણ માયનોરિટિસ વિસ્તારની કોલોનીમાં રોડ બનાવવાના કામો હાલમાં ચાલી રહ્યાં હોય જે નિયમો /શરતોને આધીન રહીને બનાવવામાં આવે તથા સુપરવાઇઝર ની નિયમિત દેખરેખ હેઠળ બનાવવામાં આવે

(2) તાત્કાલિક ધોરણે ભૂગર્ભ ગટર ચાલુ કરાવવી.

(3) ખૂલલા પ્લોટોમાં કચરાનાં ઢગલા કરી લોકો કચરો નાખી ગંદકી ફેલાવે છે જેથી ખાનગી માલિકો કમ્પાઉન્ડ વોલ કરે તે મુજબની તાત્કાલિક અસરથી કાયૅવાહી હાથ ધરવી.

(4) સાવૅજનિક પ્લોટોમાં સાફ સફાઈ કરાવી વૃક્ષો વાવી, નાના-નાના બગીચાઓ બનાવી, બાળકોને રમવા માટે ના સાધનો તથા બેસવા માટે બાકડાઓ મુકાવવા.

(5) કચરાનાં નિકાલ માટે આવતા ટિપર-વાન ને રોજે-રોજ અને સમયસર ટ્રીમ કરાવવા

(6)વેરાવળ પાટણ શહેરનાં શહેરીજનોના દરેક ઘરમાં પીવાના પાણીના કનેક્શન મળી રહે તે માટે ની વ્યવસ્થા ઉભી કરવી.

(7) વેરાવળ પાટણ શહેરનાં રસ્તાઓ તેમજ કોલોનીમાં સ્ટ્રીટ લાઈટો ની સુવિધાઓ ઉપલબ્ધ કરવી તથા જે લાઈટો બંધ હાલતમાં હોય તેને યોગ્ય ચકાસણી કરાવી ચાલુ કરાવવી.

(8) વેરાવળ પાટણ શહેરમાં જે આધાર કાર્ડ કેન્દ્રો બંધ હાલતમાં છે તેને ચાલુ કરાવવા તથા કોવિડ-૧૯ ની ગાઈડ લાઈન ને ધ્યાને લઇ નવા આધાર કેન્દ્રો ચાલુ કરાવવાં.

(9) પ્રભાસ પાટણનાં રહેવાસીઓ ને આવકના દાખલા માટે વેરાવળ જવું પડતું હોય જેથી મજૂરો, મોટી ઉંમરના વ્યક્તિઓ, ને મુશ્કેલી પડતી હોવાથી આવકના દાખલાની વ્યવસ્થા પ્રભાસ પાટણ નગરપાલિકા માં કરાવવી.

આમ, ઉક્ત માંગણીઓ પ્રત્યે સમયસર કામ કરાવવા અધિક કલેકટરશ્રી ના માધ્યમથી ઉચ્ચ કક્ષાએ યુસુફ ભાઈ પાકિઝા પટેલ, ગફારમાઈ ચાચિયા, આશિફભાઈ મુન્શી, બશિરભાઈ ગોહેલ, બાબાભાઈ બેકરીવાળા, અસ્લમભાઈ મલેક, સલિમભાઈ સુમરા, ઈશાભાઈ ગઢિયા, મયુદીન ભાદરકા દ્વારા રજુઆત કરવામાં આવી.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર-સોમનાથ 

Related posts

Leave a Comment