રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના રાજપુરા લુંભા ગામના પ્રગતિશીલ ખેડુત રાકેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, સુરત     સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન બીજા દિવસે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના રાજપુરા લુંભા ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં ખેતરની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું હતું.           રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન ત્યાં ઉગાડવામાં આવેલા વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને પાકોની ગુણવત્તા જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને બાજુના રાસાયણિક ખેતરમાં ઉગાડવામાં આવેલી શેરડી અને રાકેશભાઈના ફાર્મમાં…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૯મો પદવીદાન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત     ઋષિકુમારોએ શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૯માં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૯૨ અભ્યાસક્રમોના ૩૭,૩૦૫ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૯૩ વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની પદવી એનાયત થઈ હતી. સમારોહમાં સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ શંખનાદ અને ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.         યુગદ્રષ્ટા કવિનર્મદની ૧૯૩મી જન્મજયંતિના ખાસ…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના ટીંબરવા ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો

હિન્દ ન્યુઝ, સુરત    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાની ટીંબરવા ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.            ગામની પ્રાથમિક શાળા ખાતે વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, યુવાઓ તેમજ ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી યોગથી થતા શારીરિક તેમજ માનસિક ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.           સુક્ષ્મ વ્યાયામ કરાવતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, યોગથી શરીરની લચકતા વધે છે. શરીરમાં લોહીનો સંચાર વધે છે તેથી…

Read More

જામનગર વિજરખી ડેમમાં ગેરકાયદેસર નિર્માણ પામેલ મજારને હટાવવા ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા કલેક્ટરને રજૂઆત!!!

હિન્દ ન્યુઝ, કાલાવડ – જામનગર      જામનગરના વિજરખી ડેમની સરકારી જમીનમાં મુખ્ય માર્ગથી અંદાજે 100 થી 150 મીટર અંદર વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર મજાર બનાવવાના પગલે ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા આ ગંભીર અને ચિંતાજનક બાબતને વાચા આપવા આક્રોશ સાથે જામનગર કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.      ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, વિજરખી ડેમ એ જામનગરની જીવાદોરી સમાન છે. આવા સંવેદનશીલ અને વ્યૂહાત્મક સ્થળે બનેલ ગેરકાયદેસર મજાર ભવિષ્યમાં ગંભીર સુરક્ષા અને પર્યાવરણીય પ્રશ્નો ઉભા કરી શકે છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી, આ ગેરકાયદેસર…

Read More

ડાંગ જિલ્લાની શ્રી સરસ્વતી વિદ્યામંદિર, ધૂળચોંડ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાના ધૂળચોંડ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીની શરૂઆતમાં શાળાના બોર્ડ પર રંગબેરંગી ચોક વડે રક્ષાબંધનની સુંદર અને આકર્ષક કૃતિઓ તથા શુભેચ્છાઓ કંડારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ પરંપરાગત ઉત્સાહ સાથે જોડાયા હતા. વિદ્યાર્થીઓ, કન્યા અને કુમારોએ સામસામે હરોળમાં બેસીને પૂજાની થાળીઓ સાથે રક્ષાબંધનની વિધિમાં ભાગ લીધો હતો. પૂજાની થાળીમાં દીવો, અક્ષત, કંકુ અને રાખડીઓ સજાવીને બહેનોએ…

Read More

પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાની સહાય મેળવવા લાભાર્થી ખેડૂતોએ ઈ-કેવાયસી ફરજીયાત કરવાનું રહેશે

હિન્દ ન્યુઝ, ડાંગ     પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા યોજનાના તમામ લાભાર્થીઓ માટે બાયોમેટ્રિક ઓથેંન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી ફરજિયાત કરેલ છે. ઈ-કેવાયસી ન કરાવેલ હોય તેવા ખેડૂતોને આગામી હપ્તો મળવા પાત્ર થશે નહી. જેથી પીએમ કિસાન યોજનામાં ૪ પધ્ધતિઓથી “eKYC” થઈ શકે છે. જેમાં લાભાર્થીઓ જાતે પીએમ કિસાન મોબાઈલ એપમાં “Login” >> “Login Type” ઓપ્શન માં “Beneficiary” ઓપ્શન સિલેક્ટ કરી, લાભાર્થીના આધાર નંબર/રજીસ્ટ્રેશન નંબરથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું તથા અન્ય ૧૦૦ લાભાર્થીઓનું “eKYC” કરી શકે છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી/વિલેજ નોડલ ઓફીસરશ્રી દ્વારા પી.એમ કિસાન મોબાઇલ એપનો ઉપયોગ…

Read More

ડાંગ જિલ્લાની શાળા, કોલેજો, ITI તથા કચેરીઓને યોગ વેબિનારમાં જોડાવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ડાંગ     ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવાના ઉમદા ઉદ્દેશ સાથે એક વિશેષ ‘યોગ વેબિનાર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનાર મંગળવાર, તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૦ થી ૩:૨૦ કલાક દરમિયાન YouTube Live ના માધ્યમથી યોજાશે. આ વિશેષ વેબિનારમાં વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર દ્વારા ડાંગ જિલ્લાના તમામ સરકારી તથા ખાનગી શાળા-કોલેજો, ITI, શૈક્ષણિક સંસ્થાઓ તથા વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તમામ યોગપ્રેમીઓને પોતાના મોબાઈલ ફોન દ્વારા આ વેબિનારમાં અચૂકપણે…

Read More

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વઘઈ ખાતે ગુજરાતી અસ્મિતાના પ્રખર પ્રણેતા અને સાહિત્યજગતના યુગપુરુષ વીર નર્મદની ૧૯૩મી જન્મજયંતીની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ     સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વઘઈ ખાતે ગુજરાતી અસ્મિતાના પ્રખર પ્રણેતા અને સાહિત્યજગતના યુગપુરુષ વીર નર્મદની ૧૯૩મી જન્મજયંતીની જ્ઞાન, સાહિત્ય અને પ્રેરણાના ત્રિવેણી સંગમ સમી ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના ગુજરાતી વિભાગ તથા સપ્તધારા અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સપ્તધારા કો-ઓર્ડિનેટર ડૉ. પ્રીતિબેન પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, નર્મદના જીવનમાંથી સાહસ, સત્યનિષ્ઠા અને નિર્ભીકતાના ગુણો કેળવીને આજની યુવાપેઢીએ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે આગળ આવવું જોઈએ. પ્રા. જયેશભાઈએ ‘નર્મદનું વ્યક્તિત્વ’ વિષય પર વિસ્તૃત વક્તવ્ય આપીને ઉપસ્થિત તમામને નર્મદના સાહિત્યિક, સામાજિક અને સુધારક વ્યક્તિત્વનો ઊંડાણપૂર્વક…

Read More

આગામી રવિવારે NEETની પરીક્ષા યોજાશે

હિન્દ ન્યુઝ,ભુજ      રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકાર દ્વારા NEET (PG)-2026 પરીક્ષા તા.૩૦/૮/૨૦૨૬ રવિવાર રોજના યોજાનારી છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્‍મક હુકમો જારી કરાયા છે.       કચ્છમાં આ નીટની પરીક્ષા, ઉમેદવારો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા…

Read More

પી.એમ. કિસાન યોજનાનો લાભ‌ લેવા ખેડૂત લાભાર્થીઓએ વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત

હિન્દ ન્યુઝ, ભુજ     ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે આગામી હપ્તાની સહાય ચૂકવણી મેળવવા વાર્ષિક ધોરણે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. લાભાર્થીઓએ દરેક નાણાંકીય વર્ષના પ્રથમ હપ્તાની ચૂકવણી પહેલાં વાર્ષિક ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. જે ખેડૂતોએ તારીખ ૦૧ એપ્રિલ ૨૦૨૬ પછી ઈ-કેવાયસી કરાવેલ નથી અને તેમના ખાતાની સ્થિતિમાં ‘ઈ-કેવાયસી: હા’ દર્શાવતું હોય, તેઓએ પણ યોજનાનો લાભ સતત મેળવવા માટે વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય રહેશે. હાલ કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ૧,૫૮,૩૦૦ જેટલા ખેડૂત લાભાર્થીઓનું…

Read More