હિન્દ ન્યુઝ, આહવા નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સંતકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ (ડાંગ) ની વિદ્યાર્થિનીઓએ જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર સાથે તેમના કાર્યાલયની ચેમ્બરમાં વિશેષ મુલાકાત કરી હતી. આ પ્રસંગે કલેક્ટર એન.ડી.પરમારે વિદ્યાર્થિનીઓ સાથે આત્મીય અને હળવા વાતાવરણમાં સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના અભ્યાસ, કારકિર્દી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સમયનું યોગ્ય આયોજન અને જીવનમાં લક્ષ્ય નક્કી કરીને સતત મહેનત કરવાની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનમાં સફળતાનું સૌથી મજબૂત સાધન છે. આત્મવિશ્વાસ, શિસ્ત અને…
Read MoreDay: August 6, 2026
ડાંગ જિલ્લામાં ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા અંતર્ગત વધુ પાંચ બસોનું લોકાપર્ણ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના જનજાતિ વિસ્તારોમાં પરિવહન સુવિધાને વધુ સુલભ અને સશક્ત બનાવવા માટે ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની વધુ 5 નવી બસોનું આહવા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે આ બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત, આહવાના સરપંચ હરિરામ સાવંત, ડેપો મેનેજર ગૌસ્વામી તેમજ અન્ય આગેવાનો, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે…
Read Moreસરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે “નશામુક્ત ભારત અભિયાન”નો પ્રેરણાદાયી પ્રારંભ
હિન્દ ન્યુઝ, ડાંગ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના આહવા તથા સાપુતારા સેવા કેન્દ્રોના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત તા. 6 થી 20 ઓગસ્ટ દરમિયાન આયોજિત જનજાગૃતિ કાર્યક્રમોની શ્રેણીનો પ્રેરણાદાયી પ્રારંભ આજે સરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય વ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગભાઈ જોશી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી (DHO)ના પ્રતિનિધિશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ના પ્રતિનિધિશ્રી તેમજ સરકારી માધ્યમિક શાળા, આહવાના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે…
Read Moreચોમાસામાં ડાંગના જળધોધ સહિત હરિયાળી પ્રકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના હરિયાળા પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સિંગાણા ગામ પાસેનો ગિરમાળ ધોધ ચોમાસાની ઋતુમાં પોતાના મનમોહક સ્વરૂપે ખીલી ઊઠ્યો છે. સતત વરસાદને કારણે ધોધમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી નજારાનો આનંદ માણવા ઉમટી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં હરિયાળીથી છલકાતો વિસ્તાર, ધોધનો ગર્જનાભર્યો પ્રવાહ અને મનોહર વાતાવરણ પ્રકૃતિપ્રેમીઓ માટે અનોખો અનુભવ સર્જે છે. ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માટે પણ આ સ્થળ પ્રવાસીઓમાં વિશેષ લોકપ્રિય બન્યું છે. ત્યારે ડાંગ જિલ્લાના આવા જ પ્રાકૃતિક સ્થળની મુલાકાતે પધારેલા સુરતના…
Read Moreમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા પી.એચ.સી. નગરાળાની આકસ્મિક મુલાકાત: આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતાની સઘન સમીક્ષા કરાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , નગરાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પી.એચ.સી. ખાતે ઉપલબ્ધ દર્દી સેવાઓ, વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની અમલવારી તેમજ હોસ્પિટલની સમગ્ર કામગીરીનું સઘન મૂલ્યાંકન કર્યું હતું. મુલાકાત દરમિયાન ડૉ. ટીલાવતે પી.એચ.સી.ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે આરોગ્ય સેવાઓને વધુ ગુણવત્તાસભર, સમયસર અને દર્દીકેન્દ્રિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે ઓપીડીમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ સાથે સીધો સંવાદ સાધીને…
Read Moreસરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ‘Adani Cement FutureX’ અંતર્ગત પ્રેરણાદાયી ઓનલાઈન વ્યાખ્યાન યોજાયું
હિન્દ ન્યુઝ, દાહોદ સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ‘Adani Cement FutureX’ પ્લેટફોર્મ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે “Strength & Trust: A Roadmap to Succeed in Professional and Personal Life” વિષય પર પ્રેરણાદાયી ઓનલાઈન વ્યાખ્યાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે અદાણી ગ્રૂપના સિમેન્ટ બિઝનેસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી વિનોદ બહેતીએ ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે વ્યાવસાયિક તથા વ્યક્તિગત જીવનમાં સફળતા માટે જરૂરી મૂલ્યો, નેતૃત્વ, વ્યક્તિત્વ વિકાસ અને નૈતિકતાના મહત્વ અંગે વિસ્તૃત અને વ્યવહારિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બહેતીએ જણાવ્યું હતું કે, વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં…
Read Moreદાહોદ જિલ્લામાં પોષણ સંગમ વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં માતા અને બાળકના આરોગ્ય તેમજ કુપોષણ નિવારણ માટે ‘પોષણ સંગમ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી ડૉ સુધીર જોશી ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપ દરમિયાન દાહોદ જિલ્લામાંથી કુપોષણને સંપૂર્ણપણે દૂર કરવા માટે આરોગ્ય વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ (આઈસીડીએસ) વચ્ચે વધુ સુદૃઢ સંકલન સાથે કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ, નવજાત શિશુઓ અને બાળકોને સમયસર ગુણવત્તાયુક્ત આરોગ્ય તથા પોષણ સેવાઓ મળી રહે તે માટે વિવિધ મુદ્દાઓ…
Read Moreઆઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ આઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે સનરાઇઝ કોલેજ ઓફ નર્સિંગ દાહોદ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારીની કચેરીના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રીમતી જહાંઆરા પઠાણ દ્વારા ઉપસ્થિત દીકરીઓને મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને નેતૃત્વ ક્ષમતા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે મહિલા લક્ષી વિવિધ સરકારી યોજનાઓ અને અધિકારો અંગે જાગરૂકતા કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડૉ. સુધીર જોશીએ પોષણનું મહત્વ, કુપોષણની આડઅસરો તેમજ કિશોરીઓના સ્વાસ્થ્ય અને…
Read More9 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન-2026’નું આયોજન
હિન્દ ન્યુઝ, દાહોદ Bભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી 9 થી 17 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ નું વ્યાપક આયોજન કરવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાન-2026 હેઠળ આજ રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહીને સૌને માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન કલેકટર સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ., જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, જિલ્લા રમત ગમત અધિકારી રાઠવા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો…
Read More‘બેટી બચાવો બેટી પઢાઓ’ અંતર્ગત ડાંગમાં યોજાયો ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, ડાંગ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અને ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંગ ઝાલા તેમજ જિલ્લા પોલીસ વડા સુ પૂજા યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દીકરીઓને પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રશંસનીય અને ગર્વ લેવા જેવી પ્રગતિ કરી રહી છે. વર્તમાન…
Read More