શિનોર તાલુકાના માંડવા ગામે માર્ગ પરથી માટી દૂર કરી વાહનવ્યવહાર એક કલાકમાં પુનઃ શરૂ કરાયો

હિન્દ ન્યુઝ, વડોદરા શિનોર તાલુકાના માંડવા ગામ ખાતે ભારે વરસાદના કારણે ખેતરોની માટી માર્ગ પર તણાઈ આવતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. માર્ગ પર મોટી માત્રામાં માટી જમા થવાથી વાહનોની અવરજવર અસ્થાયી ધોરણે અવરોધાઈ હતી અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તાલુકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જરૂરી મશીનરી અને માનવબળને સ્થળ પર મોકલી માર્ગ પર જમા થયેલી માટી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન માર્ગની સલામતી સુનિશ્ચિત રાખીને અવરોધ દૂર કરવામાં આવ્યો હતો. તાલુકા તંત્રની ઝડપી…

Read More

સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં નગરપાલીકા દ્વારા સઘન સફાઇ અભિયાન

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાંથી પાણી ઓસરતાં જ નાગરિકોના આરોગ્ય અને સુવિધાને ધ્યાને રાખીને સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણી ભરાવાના કારણે માર્ગો પર જમા થયેલ કાદવ-કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેથી રોગચાળો ન ફેલાય અને વાહનવ્યવહાર પૂર્વવત કરી શકાય. અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવલી મેઇન બજાર, બારોટવાગા વિસ્તાર, ભીમનાથ મંદિર પોઇચા ચોકડી જેવા વિસ્તારોમાં સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા ઝુંબેશરૂપે સફાઇ અભિયાન હાથ ધરાયું છે.

Read More

ગરબાડા ગાંગરડી અને ગાંગરડા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, દાહોદ     મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાતાયાતને પ્રાથમિકતા આપતા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દાહોદ દ્વારા ગરબાડા – ગાંગરડી – ગાંગરડા –માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરીને ઇકકો ફિક્સ મટીરીયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા…

Read More

સુરતના નીચાણવાળા વિસ્તારોમાંથી 240થી વધુ નાગરિકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર

હિન્દ ન્યુઝ, સુરત     સુરતના અબ્રામા, વેલંજા, અમરોલી, ઉમરા અને કઠોરના નીચાણવાળા વિસ્તારોમાંથી 240થી વધુ નાગરિકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું. સ્થળાંતરિત લોકોને વેલંજા પ્રાથમિક શાળા ખાતેના રિલીફ સેન્ટરમાં ખસેડાયા; આશ્રયસ્થાન ખાતે ભોજન, પાણી અને આરોગ્ય સહિતની તમામ આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મોટા વરાછા ખાતે સવજી કોરાટ બ્રિજ નજીક તાપી નદીના રિવર સાઇડ રોડ 40 મીટર જેટલો ધસી જતા તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવ્યું; 250થી 300 વાહનોને સુરક્ષિત રીતે વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા.

Read More

કોબા તળાવ ખાતે વૃક્ષારોપણ, ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેરના સ્થાપના દિવસ નિમિત્તે કોબા તળાવ ખાતે વૃક્ષારોપણ, ‘કેચ ધ રેઇન’ અંતર્ગત રિચાર્જ વેલની મુલાકાત તથા વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણનો કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસની આ ઉજવણી પર્યાવરણ જતન, જળ સંચય અને સામાજિક કલ્યાણનો ત્રિવેણી સંગમ બની.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’, ‘કેચ ધ રેઈન’ ’જેવા પર્યાવરણપ્રિય અભિયાનો સાકાર કરીને ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્ટેટ કેપિટલના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરી. મુખ્યમંત્રીએ ICDS પૂરક પોષણ યોજના અંતર્ગત કિશોરીઓ, બાળકો અને સગર્ભા માતાઓમાં કુપોષણ નાબૂદીના…

Read More

રક્ષાબંધન પર હવે બહેનો ડિઝાઇનર કવર અને ગિફ્ટ બોક્સમાં ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલી શકશે રાખડી; પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું

હિન્દ ન્યુઝ, ભુજ        રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતિકરૂપ રાખડીને સુરક્ષિત, આકર્ષક અને સમયસર તેના ગંતવ્ય સુધી પહોંચાડવાના હેતુથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડિઝાઇનર રાખડી કવર તથા રાખડી ગિફ્ટ બોક્સના વેચાણ માટે જારી કર્યું. આ વિશેષ રાખડી કવર અને રાખડી ગિફ્ટ બોક્સ ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ તેમજ દૂરદરાજના ગામોમાં આવેલી બ્રાંચ પોસ્ટ ઓફિસમાં વેચાણ…

Read More

આકાંક્ષી બ્લોક કાર્યક્રમ અંતર્ગત કચ્છ કલેક્ટર કચેરી ખાતે ‘NITI TARA’ ડિવાઇસ અંગે તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ    આકાંક્ષી બ્લોક કાર્યક્રમ (Aspirational Blocks Programme) અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘NITI TARA’ (National Institution for Transforming India Toolkit for Analysis, Review and Action) ડિવાઇસ અંગે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. NITI TARA ડિવાઇસ એ નીતિ આયોગ (NITI Aayog) દ્વારા આકાંક્ષી જિલ્લા અને આકાંક્ષી બ્લોક કાર્યક્રમ હેઠળ ફિલ્ડ મોનિટરિંગ તથા સચોટ ડેટા સંગ્રહ માટે વિકસાવવામાં આવેલ એક અત્યાધુનિક ડિજિટલ ઉપકરણ છે.  આ ડિવાઇસનો મુખ્ય ઉપયોગ ફિલ્ડ મુલાકાત દરમિયાન જરૂરી માહિતી એકત્રિત કરવા, જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ સાથે પુરાવા અપલોડ કરવા અને વિવિધ વિભાગોની યોજનાઓની…

Read More

ભુજની આર.ડી. વરસાણી હાઇસ્કૂલમાં સરકારી યોજનાઓ, બાળ સુરક્ષા અને નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સમાજ કલ્યાણ (વી.જા. વિભાગ) ભુજના સંયુક્ત ઉપક્રમે ભુજના માતૃશ્રી આર.ડી. વરસાણી હાઇસ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના સ્ટાફને સરકારની કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવાનો હતો. આ સાથે બાળકોના અધિકારોના સંરક્ષણ, બાળલગ્ન પ્રથાના ઉન્મૂલન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ત્રણેય વિભાગોની જનકલ્યાણકારી યોજનાઓ, શૈક્ષણિક સહાય, શિષ્યવૃત્તિ યોજનાઓ અને સમાજ સુરક્ષા યોજનાઓ અંગે આચાર્ય, શિક્ષકો, ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓને…

Read More

ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે વિશેષ માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, ભુજ      અસહ્ય તાપ પછી પડતો વરસાદ સમગ્ર જીવસૃષ્ટિમાં નવજીવન અને તાજગી પૂરે છે. પરંતુ, આ મનોહર ચોમાસાની ઋતુ પોતાની સાથે ગંભીર બીમારીઓ, માર્ગ અકસ્માતો અને પૂર જેવી કુદરતી આફતોનું જોખમ પણ લાવે છે. જો થોડી સાવચેતી અને જાગૃતિ રાખવામાં આવે, તો આપણે આ તમામ મુશ્કેલીઓથી સરળતાથી બચી શકીએ છીએ. ચોમાસા દરમિયાન સલામત રહેવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પૂર્વ તૈયારી અને આપાતકાલીન વ્યવસ્થા :  ભારે વરસાદ દરમિયાન અતિ મહત્વનું કામ ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આપાતકાલીન સ્થિતિમાં પરિવારના સંપર્કમાં…

Read More

‘કેચ ધ રેઇન’ (Catch the Rain) અભિયાન-૨૦૨૬

હિન્દ ન્યુઝ, ભુજ      “વરસાદ પડે ત્યાં જ, જ્યારે પડે ત્યારે જ, વરસાદના દરેક ટીપાને સાચવીએ.” આ એક સૂત્ર માત્ર નથી, પરંતુ ભારતના જળ ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું ‘કેચ ધ રેઇન’ (Catch the Rain) અભિયાન આજે જળ સંરક્ષણની દિશામાં દેશવ્યાપી બની રહ્યું છે. આ અભિયાનનો મૂળભૂત હેતુ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરીને ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવાનો, પાણીની અછત ઘટાડવાની સાથે જળસંપત્તિનું ટકાઉ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. ત્યારે આપણે પણ વરસાદના દરેક ટીપાંને બચાવીએ, જળ સમૃદ્ધ ભારત, ગુજરાત અને જળ…

Read More