કોબા તળાવ ખાતે વૃક્ષારોપણ, ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેરના સ્થાપના દિવસ નિમિત્તે કોબા તળાવ ખાતે વૃક્ષારોપણ, ‘કેચ ધ રેઇન’ અંતર્ગત રિચાર્જ વેલની મુલાકાત તથા વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસની આ ઉજવણી પર્યાવરણ જતન, જળ સંચય અને સામાજિક કલ્યાણનો ત્રિવેણી સંગમ બની.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’, ‘કેચ ધ રેઈન’ ’જેવા પર્યાવરણપ્રિય અભિયાનો સાકાર કરીને ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્ટેટ કેપિટલના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરી.

મુખ્યમંત્રીએ ICDS પૂરક પોષણ યોજના અંતર્ગત કિશોરીઓ, બાળકો અને સગર્ભા માતાઓમાં કુપોષણ નાબૂદીના ઉદ્દેશથી લાભાર્થીઓને પોષણ કિટ અર્પણ કરી.

Related posts

Leave a Comment