હિન્દ ન્યુઝ, સુરત
સુરતના અબ્રામા, વેલંજા, અમરોલી, ઉમરા અને કઠોરના નીચાણવાળા વિસ્તારોમાંથી 240થી વધુ નાગરિકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું.
સ્થળાંતરિત લોકોને વેલંજા પ્રાથમિક શાળા ખાતેના રિલીફ સેન્ટરમાં ખસેડાયા; આશ્રયસ્થાન ખાતે ભોજન, પાણી અને આરોગ્ય સહિતની તમામ આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
મોટા વરાછા ખાતે સવજી કોરાટ બ્રિજ નજીક તાપી નદીના રિવર સાઇડ રોડ 40 મીટર જેટલો ધસી જતા તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવ્યું; 250થી 300 વાહનોને સુરક્ષિત રીતે વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા.
