भारत ने अपनी ब्रिक्स अध्यक्षता 2026 के अंतर्गत जयपुर में आयोजित 10वें ब्रिक्स उद्योग मंत्रियों के सम्मेलन का सफल आयोजन किया

हिन्द न्यूज़, दिल्ली    भारत की ब्रिक्स अध्यक्षता 2026 के अंतर्गत आज जयपुर, राजस्थान में 10वीं ब्रिक्स उद्योग मंत्रियों की बैठक सफलतापूर्वक संपन्न हुई। इस बैठक में ब्रिक्स सदस्य देशों के उद्योग मंत्रियों और वरिष्ठ प्रतिनिधियों ने हिस्सा लिया, जिसने न्यू इंडस्ट्रियल रिवॉल्यूशन पर ब्रिक्स साझेदारी (PartNIR) के तहत मंत्री-स्तरीय संवाद को एक नया आयाम दिया। “सुदृढ़शीलता, नवाचार, सहयोग और सतत विकास के लिए निर्माण” थीम के तहत आयोजित इस बैठक ने सदस्य देशों को औद्योगिक क्षमताओं को मजबूत करने, तकनीकी बदलावों को अपनाने और सहयोगात्मक प्रयासों के लिए नए…

Read More

અનુસૂચિત જાતિના નાગરિકોના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ!

હિન્દ ન્યુઝ, રાજપીપલા  રાજપીપલા ખાતે કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં જિલ્લા તકેદારી સમિતિની ત્રિમાસિક બેઠક યોજવામાં આવી હતી.  આ બેઠકમાં જૂન-૨૦૨૬ સુધીની કામગીરી અને પડતર પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સૂચના આપી છે કે સરકારી સહાય અને સબસિડીનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંજનાબેન વસાવા, ન્યાય સમિતિના અધ્યક્ષા શ્રીમતી શકુંતલાબેન વસાવા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

આઈસીડીએસ શાખા જીલ્લા પંચાયત દાહોદ દ્વારા “પોષણ સંગમ” વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     આઈ.સી.ડી.એસ વિભાગ જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના નિદર્શનમાં અને પ્રોગ્રામ ઓફિસર ડૉ.સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ “પોષણ સંગમ” વર્કશોપ અવંતિકા રિસોર્ટ ખાતે યોજાયો.  “પોષણ સંગમ” વર્કશોપની શરૂઆતમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.સુધીર જોશી દ્વારા કાર્યક્રમની રૂપરેખા ને ધ્યાને લઇ વર્કશોપને અનુરૂપ શાબ્દિક પ્રવચન અને દીપ પ્રાગટ્ય કરી વર્કશોપની શરૂઆત કરવામાં આવી હતી. “પોષણ સંગમ” વર્કશોપ આઈ.સી.ડી.એસ વિભાગ જીલ્લા પંચાયત દાહોદ અને આરોગ્ય વિભાગ જીલ્લા પંચાયત દાહોદ તથા આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દાહોદ ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય…

Read More

ભારતીય હસ્તકળા, પરંપરા અને સર્જનાત્મકતાની અદભુત ઉજવણી…

હિન્દ ન્યુઝ, સુરત    Craftroots Surat Exhibition 2026 ના ઉદ્ઘાટન સમારોહમાં Guest of Honour તરીકે ઉપસ્થિત રહી દેશના કુશળ કારીગરો, હસ્તકળા કલાકારો અને મહિલા સ્વરોજગારીઓના અદ્વિતીય સર્જનોને નિહાળવાનો અવસર મળ્યો. આવી પહેલો માત્ર આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જ સાચવતી નથી, પરંતુ ‘Vocal for Local’, ‘આત્મનિર્ભર ભારત’ અને સ્થાનિક કારીગરોને વૈશ્વિક ઓળખ અપાવવાના સંકલ્પને પણ વધુ મજબૂત બનાવે છે. હસ્તકળાને પ્રોત્સાહન આપીએ… આપણા વારસાને ગૌરવપૂર્વક વિશ્વ સુધી પહોંચાડીએ. 

Read More

સિટીલાઈટના સાયન્સ સેન્ટર ખાતે હેન્ડલુમ વસ્ત્રોમાં સજ્જ થઈ મહિલાઓ ‘માય હેન્ડલુમ, માય પ્રાઇડ’ થીમ સાથે રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસની ઉજવણી કરશે

હિન્દ ન્યુઝ, સુરત     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત નિર્માણ, દેશના હાથશાળ (હેન્ડલુમ) અને હસ્તકલાના કલાકારોને પ્રોત્સાહિત કરવા તેમજ નારી શક્તિના સશક્તિકરણ માટે અનેકવિધ કલ્યાણકારી પહેલો કરવામાં આવી છે. આ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવતા દર વર્ષની જેમ ૭મી ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને સુરત મહાનગરપાલિકા, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની લેડીઝ વિંગ, WICCI એન્ટરપ્રિન્યોર સેલ, અમી હેન્ડીક્રાફ્ટસ તથા અવની સાડીના સંયુક્ત ઉપક્રમે સુરતના સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ચાલી રહેલા ‘ક્રાફ્ટ રૂટ’ એક્ઝિબિશનમાં એક વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં તા.૭મીએ સવારે…

Read More

સરકારી વિજ્ઞાન કોલેજ, આહવામાં 20 દિવસીય ફિનિશિંગ સ્કૂલ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ

હિન્દ ન્યુઝ, ડાંગ      ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રોજગારક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે તા. 6 જુલાઈથી 20 દિવસીય ફિનિશિંગ સ્કૂલ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.  આ તાલીમ કાર્યક્રમમાં ટી.વાય.બી.એસ.સી. તથા એસ.વાય.બી.એસ.સી.ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરમિયાન કાર્યક્રમના મુખ્ય ટ્રેનર પિંકલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષા પ્રત્યે આત્મવિશ્વાસ વિકસે તે માટે અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે કમ્યુનિકેશન સ્કિલ, સોફ્ટ સ્કિલ્સ, વ્યક્તિત્વ વિકાસ અને રોજગાર માટે જરૂરી કૌશલ્યો અંગે પણ વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી.  તાલીમ દરમિયાન વિવિધ પ્રેરણાત્મક…

Read More

ધાનપુર તાલુકામાં લીમડી મેન્દ્રી–લીમડીયા આંગણવાડી કેન્દ્ર રોડનું સપાટી સુધારણા અને રિસર્ફેસિંગ કાર્ય પૂર્ણ

હિન્દ ન્યુઝ, ધાનપુર  દાહોદ જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.  આ અંતર્ગત ધાનપુર તાલુકાના લીમડી મેન્દ્રીથી લીમડીયા આંગણવાડી કેન્દ્ર રોડ પર સપાટી સુધારણા તેમજ રિસર્ફેસિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી એમ.એમ.જી.એસ.વાય. (MMGSY) વર્ષ 2023-24 હેઠળ હાથ ધરવામાં આવી હતી. માર્ગના નવીનીકરણથી સ્થાનિક ગ્રામજનોને સુરક્ષિત, સરળ અને ઝડપી અવરજવર સુલભ બનશે.  ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકો માટે આ માર્ગ વધુ સુવિધાજનક સાબિત થશે.  

Read More

Shravanotsav@Vadnagar રીલ સ્પર્ધા 2026 – બીજો તબક્કો

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા  શું તમે વડનગરના આધ્યાત્મિક વારસાને સર્જનાત્મક રીતે દુનિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છો? પ્રથમ સપ્તાહમાં ‘અનંત અનાદિ વડનગર’ થીમ પરની રીલ કોમ્પિટિશન પૂર્ણ થતા દ્વિતીય સપ્તાહની રીલ કોમ્પિટિશન શરૂ…. આ સપ્તાહની થીમ: Shravanotsav@Vadnagar – 📱 રીલ બનાવો – 📲 Instagram અથવા YouTube પર Public પોસ્ટ કરો – 🔗 તેની લિંક MyGov Gujarat પર સબમિટ કરો આકર્ષક રોકડ ઇનામો! પ્રથમ: ₹31,000 દ્વિતીય: ₹21,000 તૃતીય: ₹11,000 સ્પર્ધા: 06 ઓગસ્ટથી 12 ઓગસ્ટ 2026 સરકારી અધિકારી અને કર્મચારી પણ ભાગ લઈ શકશે આજે જ ભાગ લો:

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે સઘન ચેકિંગ

હિન્દ ન્યુઝ, અમદાવાદ     અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. છેલ્લા 6 મહિનામાં લેવામાં આવેલા 218 પનીરના નમૂનાઓમાંથી 57 સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે, જેમાં 23 નમૂનાઓમાં એનાલોગ પનીર મળી આવ્યું છે. હવે ગુજરાત સરકારના પ્રતિબંધને અનુસરી શહેરભરમાં ઉત્પાદકો, વિક્રેતાઓ, હોલસેલરો, હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે FSSAI અને GPMC Act હેઠળ યુનિટ સીલ કરવા, લાઇસન્સ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Read More

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણથી વંચિત રહેલા તેમજ શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષણવિદો, શિક્ષકો, અધિકારીઓ અને નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમને સંબોધતા રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે રાજ્યમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા…

Read More