હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ અસરકારક, ગુણવત્તાસભર અને આનંદમય બનાવવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ નવીન પહેલ હેઠળ આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓને માત્ર પરંપરાગત શિક્ષણ જ નહીં, પરંતુ આત્મીયતા અને ઉષ્માભર્યા વાતાવરણમાં કેળવણી મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ કેન્દ્રો પર બાળકોનું સ્વાગત અત્યંત વિશિષ્ટ રીતે કરવામાં આવી રહ્યું છે, જેમાં શિક્ષિકાઓ અને તેડાગર બહેનો દ્વારા હેન્ડ શેક, તાલી પાડીને, નમસ્કાર કરીને…
Read MoreDay: July 3, 2026
ગીર સોમનાથ જિલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ જોગવાઈઓનું ચુસ્ત પાલન કરવા જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે નિકાલ કરવાનો હોય છે. ગીર સોમનાથ જિલ્લાની તમામ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝલના માપદંડોનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે. સરકારની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય એના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં આવેલી તમામ હોસ્પિટલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ઓથોરાઈઝેશન સર્ટિફિકેટ તથા કોમન બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ ફેસિલિટીનું મેમ્બરશિપ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તેમજ નમૂનાનું સાઈનબોર્ડ લોકો સરળતાથી જોઈ શકે એ…
Read Moreજિલ્લામાં વોટર પાર્ક, બોટિંગ, વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ જેવા સ્થળોએ તકેદારીના પગલાં લેતા જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ પ્રકારની આકસ્મિક અને ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તેમજ લોકો વોટરપાર્ક, બોટિંગ, વોટર રાઈડ્સ, વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ, આનંદ મેળા તથા એમ્યુઝમેન્ટ પાર્કમાં સ્થળ પરની સુરક્ષા માટે લોકો સજાગ રહે અને આવા વિવિધ એકમોના માલિકો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે એ હેતુસર તકેદારીના પગલા લેતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં આવેલા તમામ વોટરપાર્ક, બોટિંગ, વોટર રાઈડ્સ, વોટર સ્પોર્ટ્સ, સ્વિમિંગ પુલ, આનંદ મેળા તથા એમ્યુઝમેન્ટ પાર્ક જ્યાં મોટી સંખ્યામાં…
Read Moreઉના-ગીરગઢડા-જામવાડા રોડના મેજર-માઈનોર બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ઉના-ગીરગઢડા-જામવાડા રોડના મેજર બ્રીજના સુપર સ્ટ્ર્ક્ચરનું બેરિંગ નબળું હોવાના કારણે તેમજ માઈનોર બ્રીજની નબળી સ્થિતિના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.એન.વાઘેલા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ઉના-ગીરગઢડા-જામવાડા રોડમાં આવેલા મેજર-માઈનોર બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામા અનુસાર ઉના-ગીરગઢડા-જામવાડા રોડમાં આવેલા મેજર બ્રીજ કિ.મી ૩૯/૦૦ થી કિ.મી ૪૦/૦૦ અને માઈનોર બ્રીજ કિ.મી. ૩૦/૦૭ પરથી મેક્સી કેબથી ઉપરના તમામ વાહનો જે મહત્તમ ૧૨ પેસેન્જરની ક્ષમતાથી ઉપરના વાહનો, મીડિયમ ગુડ્સ વાહનો અને ૭૫૦૦ કિ.ગ્રાથી વધુ વજન ધરાવતા તમામ ટ્રાન્સપોર્ટ એન્ડ નોન ટ્રાન્સપોર્ટ…
Read Moreજિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવારા ઉન્ડ-ધી-કલોક ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કોઇપણ પ્રકારના અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો ઈણાજ ખાતેના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ પર સંપર્ક કરીને નાગરિકો મદદ મેળવી શકશે. કંટ્રોલરુમ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા પણ નંબર જાહેર કરવામાં આવ્યાં છે. વર્ષાઋતુ -૨૦૨૬ અન્વયે જિલ્લામાં ૨૪ કલાક માટે રાઉન્ડ ધી કલોક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ફોન નંબર (૦૨૮૭૬) ૨૮૫૦૬૩/૬૪ અને હેલ્પલાઇન નંબર ૧૦૭૭ પર કટોકટીની સ્થિતીમાં સંપર્ક કરીને જરુરી મદદ મેળવી શકાશે. તદુપરાંત, જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેમાં…
Read Moreભારે વરસાદને લઈને મહુવા તાલુકાના પંચાયત હસ્તકના બે માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા
હિન્દ ન્યુઝ, સુરત સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળાઓમાં પાણીની વ્યાપક આવક થતાં મહુવા તાલુકા પંચાયત હસ્તકના બે માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે. નાગરિકોની સુરક્ષા અને અગવડતા ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે જાહેર જનતાને અનુરોધ છે. મહુવા તાલુકાનો મધુરૈયા કાંકરીયા રોડ ભારે વરસાદના કારણે ઓવરટોપીંગ થવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે, આ વિસ્તારના વાહનચાલકો અને નાગરિકો…
Read Moreમાંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ૧૮ નોડેલ ઓફિસરની નિયુક્તિ કરતા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા
હિન્દ ન્યુઝ, માંજલપુર મેનપાવર મેનેજમેન્ટ, ટ્રેઇનિંગ, મટિરિલ્સ, ટ્રાન્સપોર્ટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરાઇઝેશન, મોડેલ કોડ ઓફ કન્ડક્ટ, ખર્ચ સહિતના નોડેલ નિયુક્ત કરાયા વડોદરા શહેરની પાંચ પૈકી એક ખાલી પડેલી વિધાનસભા બેઠક ૧૪૫ – માંજલપુરની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા પેટા ચૂંટણીના કાર્યક્રમ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. અનિલ ધામેલિયા દ્વારા વિવિધ સમિતિની રચના કરી નોડેલ ઓફિસરની નિયુક્તના આદેશ જારી કરવામાં આવ્યા છે અને તેમની સાથે બેઠક યોજી મુક્ત, ન્યાયી રીતે ચૂંટણી પ્રક્રીયા કરવા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મેનપાવર મેનેજમેન્ટ, ટ્રેઇનિંગ, મટિરિલ્સ, ટ્રાન્સપોર્ટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ,…
Read Moreજિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોષીના અધ્યક્ષ સ્થાને દાહોદ ઘટક ૧ના આંગણવાડી કાર્યક્રર બહેનોની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોષીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત દાહોદ ખાતે દાહોદ ઘટક ૧ ના આંગણવાડી કાર્યક્રર બહેનોની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની સૂચના મુજબ દાહોદ જિલ્લાના છેવાડાના લોકો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજના અને આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે સુપોષિત દાહોદની એન્ટ્રી, Avt head count પૂર્ણા પોર્ટલ એન્ટ્રી પોષણ સંગમ સ્ટોકનીજાળવણી FRS દ્વારા THR એન્ટ્રી ફેસ કેપ્ચર સહિત દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી…
Read More૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અન્વયે તા.૦૨/૦૭/૨૦૨૬ના રોજથી અમલમાં આવતી આદર્શ આચાર સંહિતા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અન્વયે તા.૦૨/૦૭/૨૦૨૬ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારોની આચાર સંહિતા, અધિકારી/કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની કેટલીક બાબતો ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તાર જ્યાં સ્થિત છે તે વડોદરા જિલ્લાના સમગ્ર ભૌગોલિક વિસ્તારમાં અમલમાં આવે છે, જ્યારે કેટલીક બાબતોનો અમલ ઉપર્યુક્ત જિલ્લાના વિધાનસભા મતવિસ્તાર પૂરતો જ કરવાનો છે. ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓ અન્વયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું અમલીકરણ, કુદરતી આપત્તિઓના સંજોગોમાં રાહત કાર્યો/બચાવ કામો, દુકાળ/પુર…
Read Moreસુરત વરસાદી અપડેટ: તા.૪ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા પ્રશાસન એલર્ટ!
હિન્દ ન્યુઝ, સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે સુરતની વર્તમાન સ્થિતિનો ચિતાર આપતાં રાહતના સમાચાર આપ્યા છે. હાલ જિલ્લામાં પૂરની કોઈ સ્થિતિ નથી. મહત્વના પોઈન્ટ્સ: – ચાલુ સિઝનમાં સરેરાશ ૨૨૮ મિ.મી વરસાદ નોંધાયો. – અંબિકા (૩૮૯ મિ.મી) અને પલસાણા (૩૬૨ મિ.મી)માં સૌથી વધુ વરસાદ. – નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરાયો છે, કોઈ જાનહાનિ નથી. – મહુવા તાલુકાના ૨ ગ્રામ્ય રસ્તા સિવાય વાહન વ્યવહાર સામાન્ય છે. ખાસ સાવચેતી રાખો: વીજળીના થાંભલા, જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષોથી દૂર રહો. કોઈ પણ મુશ્કેલીમાં સ્થાનિક તંત્ર કે કંટ્રોલરૂમનો સંપર્ક કરો.
Read More