ઉના-ગીરગઢડા-જામવાડા રોડના મેજર-માઈનોર બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     ઉના-ગીરગઢડા-જામવાડા રોડના મેજર બ્રીજના સુપર સ્ટ્ર્ક્ચરનું બેરિંગ નબળું હોવાના કારણે તેમજ માઈનોર બ્રીજની નબળી સ્થિતિના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.એન.વાઘેલા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ઉના-ગીરગઢડા-જામવાડા રોડમાં આવેલા મેજર-માઈનોર બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

આ જાહેરનામા અનુસાર ઉના-ગીરગઢડા-જામવાડા રોડમાં આવેલા મેજર બ્રીજ કિ.મી ૩૯/૦૦ થી કિ.મી ૪૦/૦૦ અને માઈનોર બ્રીજ કિ.મી. ૩૦/૦૭ પરથી મેક્સી કેબથી ઉપરના તમામ વાહનો જે મહત્તમ ૧૨ પેસેન્જરની ક્ષમતાથી ઉપરના વાહનો, મીડિયમ ગુડ્સ વાહનો અને ૭૫૦૦ કિ.ગ્રાથી વધુ વજન ધરાવતા તમામ ટ્રાન્સપોર્ટ એન્ડ નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને તમામ શાળાકીય વાહનો જેમાં વિદ્યાર્થીઓનું પરિવહન થતું હોય તેવા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ વાહનોના વૈકલ્પીક રૂટ તરીકે ઉના-કોડિનાર-પ્રાંચી-માધુપુર-તાલાલા થઈ આવવા-જવાનું રહેશે.

આ જાહેરનામું ૩૦/૦૬/૨૦૨૭ સુધી અમલમાં રહેશે તેમજ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરાયા છે.

Related posts

Leave a Comment