હિન્દ ન્યુઝ, માંજલપુર
મેનપાવર મેનેજમેન્ટ, ટ્રેઇનિંગ, મટિરિલ્સ, ટ્રાન્સપોર્ટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરાઇઝેશન, મોડેલ કોડ ઓફ કન્ડક્ટ, ખર્ચ સહિતના નોડેલ નિયુક્ત કરાયા
વડોદરા શહેરની પાંચ પૈકી એક ખાલી પડેલી વિધાનસભા બેઠક ૧૪૫ – માંજલપુરની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા પેટા ચૂંટણીના કાર્યક્રમ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. અનિલ ધામેલિયા દ્વારા વિવિધ સમિતિની રચના કરી નોડેલ ઓફિસરની નિયુક્તના આદેશ જારી કરવામાં આવ્યા છે અને તેમની સાથે બેઠક યોજી મુક્ત, ન્યાયી રીતે ચૂંટણી પ્રક્રીયા કરવા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મેનપાવર મેનેજમેન્ટ, ટ્રેઇનિંગ, મટિરિલ્સ, ટ્રાન્સપોર્ટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરાઇઝેશન, મોડેલ કોડ ઓફ કન્ડક્ટ, ખર્ચ સહિતના ચૂંટણીના મહત્વના વિષયો માટે ૧૮ નોડેલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે.
ડો. ધામેલિયાએ જણાવ્યું કે, માંજલપુર વિસ્તારમાં સમગ્રતયા શાંતિપૂર્ણ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી યોજાઇ એ માટે તમામ સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની છે.
તેમણે આદર્શ આચાર સંહિતાના અમલ, કાયદો અને વ્યવસ્થા તથા માનવ સંસાધન વ્યવસ્થાપન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર રાજપૂત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુહાની કેલૈયા, પ્રતિપ્રેષક અધિકારી ગીતાબેન દેસાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
