‘ન્યાય સાથે સ્વાસ્થ્ય’ની અનોખી પહેલ! 

હિન્દ ન્યુઝ બનાસકાંઠા    સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો બન્યો છે, જેના તમામ ૧૪ તાલુકા કોર્ટ પરિસરમાં ‘આકસ્મિક આરોગ્ય કેન્દ્ર’ (Emergency Medi-Care Center) શરૂ કરવામાં આવ્યા છે. હવે કોર્ટ સંકુલમાં જ ન્યાયાધીશો, વકીલો, સ્ટાફ અને પક્ષકારોને તાત્કાલિક અને ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહેશે. નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા ન્યાયતંત્ર અને આરોગ્ય વિભાગના ઉત્કૃષ્ટ સંકલનથી માત્ર ૧૩ દિવસમાં આ ભગીરથ કાર્ય સંપન્ન થયું છે.

Read More

ભારતના ચૂંટણી પંચ દ્વારા 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

હિન્દ ન્યુઝ, વડોદરા      માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી. ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા. 06 જુલાઈ, 2026ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા. 30 જુલાઈ, 2026ના રોજ મતદાન તથા તા. 3 ઓગસ્ટ, 2026ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. 

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડગામ ખાતે મોડલ સબ-રજિસ્ટ્રાર કચેરીનું ઈ-લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, પાલનપુર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી વડગામ ખાતે નવીન મોડલ સબ-રજિસ્ટ્રાર કચેરીનું ઈ-લોકાર્પણ તથા મહેસૂલી તલાટી વર્ગ-૩ના ૪૧ નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના લોકકેન્દ્રિત અને વિકાસલક્ષી વહીવટી અભિગમના પરિણામે ગુજરાત આજે સર્વાંગી વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યું છે. અગાઉના સમયમાં ‘જેવો રાજા તેવી પ્રજા’ની કહેવત પ્રચલિત હતી, પરંતુ આજે સમય બદલાયો છે. વર્તમાન સરકાર પ્રજાની જરૂરિયાતો અને અપેક્ષાઓને કેન્દ્રસ્થાને રાખીને આયોજનબદ્ધ રીતે વિકાસના કાર્યો કરી રહી છે.…

Read More

સોમનાથ મંદિર આસપાસ વાહન પ્રવેશબંધી અને વન-વે રુટનું જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર ઝેડ કેટેગરી સુરક્ષા ધરાવે છે. સુરક્ષા જાળવવા અને વીવીઆઈપી મૂવમેન્ટ ચાલુ રહેતી હોય જેથી ટ્રાફિકની સમસ્યા નિવારવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જીતેન્દ્રસિંહ એન વાઘેલા દ્વારા વાહન પ્રવેશબંધી અને વન-વે રુટનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર સફારી બાયપાસ તરફથી ગુડલક સર્કલ થઈ વેણેશ્વર આવતા તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યૂ ગૌરીકુંડ થઈ સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મૂકી શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત ફરે ત્યારે સોમનાથ…

Read More

સીમાસી ગામની રુપેણ નદી પર આવેલા બ્રીજ પરથી ભારે વાહનોનો પ્રવેશ બંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ઉના તાલુકાના સીમાસી ગામે રુપેણ નદી પર આવેલો બ્રીજ જર્જરીત હાલતમાં હોવાથી બ્રીજ પરથી ભારે વાહનોના પ્રવેશ બંધ કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એન.વાઘેલા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર ઉના તાલુકાના સીમાસી ગામે રુપેણ નદી પર આવેલ બ્રીજ પરથી ટૂ વ્હીલર સિવાયના તમામ વાહનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. પ્રતિબંધ ફરમાવેલા વાહનોના વૈકલ્પીક રુટ તરીકે (૧) ઉના-કોડિનાર માટે નેશનલ હાઈવે બાયપાસ ઓવરબ્રીજ પરથી કોડીનાર, સોમનાથ થઈ જઈ શકાશે અને (૨) ઉના-ભાવનગર માટે નેશનલ હાઈવે બાયપાસ ઓવરબ્રીજ પરથી મોટા તથા ભારે વાહનોને…

Read More

જિલ્લામાં વરસાદની સ્થિતિને અનુલક્ષી આપત્તિ સમયે વહીવટી તંત્રની કામગીરી અને સ્થિતિની સમીક્ષા

હિન્દ ન્યુઝ,     જિલ્લામાં વરસાદની સ્થિતિને અનુલક્ષી આપત્તિ સમયે વહીવટી તંત્રની કામગીરી અને સ્થિતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદની સંભવિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. કલેક્ટરએ કોઈપણ આપત્તીની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ડિઝાસ્ટર વિભાગની સજ્જતાની સમીક્ષા કરી હતી. કલેક્ટરએ ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ આપત્તિ સર્જાય તો ૨૪ કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સ્ટાફની હાજરી, ઉપલબ્ધ સાધન-સામગ્રી અને ફરિયાદો નોંધવાની પદ્ધતિની સમીક્ષા કરી હતી.

Read More

સરકારી આઈ.ટી.આઈ. દેલવાડા (ઊના) ખાતે ૨૯ જૂનના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોકરીદાતાઑ તથા રોજગારવાંચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી સરકારી આઈ.ટી.આઈ. દેલવાડા (ઊના) ખાતે ૨૯ જૂનના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશ્યિલ મિડિયાના જૂદા-જૂદા મધ્યમથી ઇન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાં કુલ ૧૬૩ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભરતી મેળામાં સ્થાનિક સિલ્વર કન્ઝ્યૂમર- રાજકોટ, મુંદ્રા પોર્ટ- મુંદ્રા, CIE ઓટો મોટિવ- રાજકોટ અને મિત્સ્યુબીસી ઈલેટ્રિક ઓટોમોટિવ – સાણંદ નોકરીદાતાના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં.  જેમના દ્વારા તેમના…

Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા ૧ થી ૩૦ જૂન દરમિયાન ‘ખેત બચાવો અભિયાન’ ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લાના ખેડૂતોના સશક્તિકરણ અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા ૧ થી ૩૦ જૂન દરમિયાન ‘ખેત બચાવો અભિયાન’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.  વ્યાપક આયોજન: આ ઝુંબેશ અંતર્ગત જૂન માસ દરમિયાન ૧૫ ખેડૂત જાગૃતિ કાર્યક્રમ, ૧૨ ખેડૂત તાલીમ કાર્યક્રમ, ૯૫ ખેડૂત મુલાકાત, ૬ રેડિયો ટોક અને ૧ કિસાન મેળાનું સફળ આયોજન કરાયું. મહત્વપૂર્ણ માર્ગદર્શન: KVK ના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય, લીલો પડવાસ, પ્રાકૃતિક ખેતી, જળસંચયની પદ્ધતિઓ અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સામૂહિક સંકલ્પ: આત્મા યોજના, ખેતીવાડી,…

Read More

જિલ્લાના પશુપાલકોના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા તરફ કામધેનુ યુનિવર્સિટીનું અનોખું યોગદાન

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાના પશુપાલકોના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા તરફ કામધેનુ યુનિવર્સિટીનું અનોખું યોગદાન! વઘઈ ખાતે નવનિર્મિત ‘પશુ વિજ્ઞાન કેન્દ્ર’ નું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન.  🏛️✨ ભવ્ય લોકાર્પણ: ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ કામધેનુ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. પી. એચ. ટાંકના વરદ હસ્તે ઉદ્ઘાટનશિલાનું અનાવરણ કરી આ કેન્દ્ર જનતા ચરણે અર્પણ કરાયું.  📚🌾 માર્ગદર્શન અને પ્રકાશન: મહાનુભાવો દ્વારા પશુપાલન અને વિસ્તરણ પ્રવૃત્તિઓને લગતા વિવિધ ઉપયોગી પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું અને વૈજ્ઞાનિક પશુપાલન તકનીકો અપનાવવા પ્રેરણા આપી.  📈🥛 વિશેષ પશુપાલન તાલીમ: આ પ્રસંગે પશુપાલકો માટે “આદર્શ પશુપાલનની આધારશિલા – વ્યવસ્થાપન…

Read More

સુબીર તાલુકાના બિલબારી ગામે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સાપ કરડવા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બિલબારી ગામે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સાપ કરડવા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.  જાગૃતિ માર્ગદર્શન: ડૉ. ડી. સી. પટેલે ગ્રામજનોને સાપ કરડવાના કિસ્સામાં અંધશ્રદ્ધાથી દૂર રહી તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર (PHC ગારખડી) ખાતે સારવાર લેવા અને જરૂરી સાવચેતી રાખવા અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું. સુરક્ષા કવચ: યશ સ્પેશિયાલિટીઝ કેમિકલ્સના સી.એસ.આર. (CSR) સહયોગથી સ્થાનિક શ્રમિકો અને જરૂરિયાતમંદ ગ્રામજનોને ૨૦૦ જોડી મજબૂત ગમબૂટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ચોમાસા દરમિયાન પથરાળ અને જંગલ વિસ્તારમાં ખેતી કે મજૂરી કામ કરતા શ્રમિકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ…

Read More