હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના ખેડૂતોના સશક્તિકરણ અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા ૧ થી ૩૦ જૂન દરમિયાન ‘ખેત બચાવો અભિયાન’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
વ્યાપક આયોજન: આ ઝુંબેશ અંતર્ગત જૂન માસ દરમિયાન ૧૫ ખેડૂત જાગૃતિ કાર્યક્રમ, ૧૨ ખેડૂત તાલીમ કાર્યક્રમ, ૯૫ ખેડૂત મુલાકાત, ૬ રેડિયો ટોક અને ૧ કિસાન મેળાનું સફળ આયોજન કરાયું.
મહત્વપૂર્ણ માર્ગદર્શન: KVK ના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય, લીલો પડવાસ, પ્રાકૃતિક ખેતી, જળસંચયની પદ્ધતિઓ અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
સામૂહિક સંકલ્પ: આત્મા યોજના, ખેતીવાડી, બાગાયત વિભાગ અને NGOs ના સહયોગથી યોજાયેલા આ અભિયાનનો ૧૦૦૦થી વધુ ખેડૂતોએ લાભ લીધો અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો.
