જિલ્લાના પશુપાલકોના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા તરફ કામધેનુ યુનિવર્સિટીનું અનોખું યોગદાન

હિન્દ ન્યુઝ, ડાંગ

     ડાંગ જિલ્લાના પશુપાલકોના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા તરફ કામધેનુ યુનિવર્સિટીનું અનોખું યોગદાન! વઘઈ ખાતે નવનિર્મિત ‘પશુ વિજ્ઞાન કેન્દ્ર’ નું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન. 

🏛️✨ ભવ્ય લોકાર્પણ: ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ કામધેનુ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. પી. એચ. ટાંકના વરદ હસ્તે ઉદ્ઘાટનશિલાનું અનાવરણ કરી આ કેન્દ્ર જનતા ચરણે અર્પણ કરાયું. 

📚🌾 માર્ગદર્શન અને પ્રકાશન: મહાનુભાવો દ્વારા પશુપાલન અને વિસ્તરણ પ્રવૃત્તિઓને લગતા વિવિધ ઉપયોગી પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું અને વૈજ્ઞાનિક પશુપાલન તકનીકો અપનાવવા પ્રેરણા આપી. 

📈🥛 વિશેષ પશુપાલન તાલીમ: આ પ્રસંગે પશુપાલકો માટે “આદર્શ પશુપાલનની આધારશિલા – વ્યવસ્થાપન અને પોષણ” વિષય પર ખાસ તાલીમ યોજીને પશુઓના યોગ્ય ઉછેર અને સંતુલિત આહાર અંગે નિષ્ણાતો દ્વારા સરળ ભાષામાં માર્ગદર્શન અપાયું.

આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના હજારો પશુપાલક પરિવારો માટે આ કેન્દ્ર રોજગારી, સમૃદ્ધિ અને આધુનિક પશુપાલન ક્ષેત્રે આશીર્વાદરૂપ સાબિત થશે.

Related posts

Leave a Comment