ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રુર પધ્ધતિ ના અપનાવવા ગ્લુટ્રેપના વેચાણ ઉપર દાહોદ જિલ્લામાં પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, દાહોદ        સભ્ય સચિવ જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી સહ નાયબ પશુપાલન નિયામક, પશુપાલન શાખા, જીલ્લા પંચાયત દાહોદની અખબાર યાદી જણાવે છે કે, સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના નોટિફિકેશન (નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) 28/2024) સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે તા.૦૫/૦૯/૨૦૨૩ ના પરિપત્રથી સુચના થયેલ છે. જે બાબતે પ્રાણી ક્રુરતા અધિનિયમ, ૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીની બિન જરૂરી પીડા, વેદના, ન આપવા અંગે જોગવાઈ થયેલ છે. જે અન્વયે…

Read More

ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસૂલ-તલાટી સંવર્ગમાં નવી નિમણૂક મેળવેલા 2300થી વધુ યુવાઓને મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા; સાથે જ મહેસૂલ વિભાગની અભિનવ પહેલરૂપ વિવિધ સેવાઓના લોન્ચિંગ તેમજ નવી કચેરીઓના લોકાર્પણ કર્યા મુખ્યમંત્રીએ આ અવસરે નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવવાની સાથોસાથ તલાટીઓને મહેસૂલ વિભાગની કરોડરજ્જૂ ગણાવી ‘જનસેવા એ જ પ્રભુસેવા’ ધ્યેયમંત્ર સાથે નાગરિકોને મદદરૂપ થવાની પ્રેરણા આપી ગ્રામજનોના પ્રશ્નો-સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિવારણ લાવી દેવાનું સેવા દાયિત્વ નિભાવવા નવનિયુક્ત તલાટીઓને મુખ્યમંત્રીનું…

Read More

જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના હસ્તે નવનિયુક્ત મહેસુલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે ગુજરાત ગૌણસેવા પસંગી મંડળ દ્વારા પસંદગી પામેલા નવનિયુક્ત મહેસુલી તલાટી વર્ગ-૩ના ૧૪૬ને નિમણુક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મહેસૂલ વિભાગમાં પારદર્શક અને ઝડપી વહીવટ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નિમાયેલા ૧૪૬ નવનિયુક્ત મહેસૂલી તલાટી ઉમેદવારોમાં ૪૭ મહિલા ઉમેદવારો અને ૯૯ પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.  ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમનું સૌએ લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. આ તમામ યુવા ઉમેદવારોને મહેસૂલ વિભાગમાં તેમની નવી કારકિર્દીની શરૂઆત માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.…

Read More

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી- તંત્ર એલર્ટ

હિન્દ ન્યુઝ, વલસાડ     ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાકમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને અનુલક્ષીને વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.  વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના રાહબરી હેઠળ પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી સાવચેતીના પગલા લેવા, તેમજ વરસાદને કારણે કોઇ પણ નુકસાન થયેલું જણાય તો તેની અત્રે તાત્કાલિક ફોનથી…

Read More

સુરતના ઉમિયાધામ ખાતે NSS યુવા સ્વયંસેવકો માટે ‘યુવા આપદા મિત્ર’ સાત દિવસીય શિબિરનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સુરત     ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના સંયુક્ત ઉપક્રમે યુવાનોને આપત્તિ સમયની કટોકટીનો સામનો કરવા સુરતની વિવિધ કોલેજના NSSના ૧૦૦થી વધુ ઉત્સાહી સ્વયંસેવકો માટે ‘યુવા આપદા મિત્ર સ્કીમ’ અંતર્ગત વરાછાના ઉમિયાધામ ખાતે સાત દિવસીય આપત્તિ પ્રબંધન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.                 આ વિશેષ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી કે માનવસર્જિત આપત્તિઓના સમયે સ્થાનિક સ્તરે ત્વરિત રાહત અને બચાવ કામગીરી માટે સક્ષમ ‘યુવા આપદા મિત્રો’ તૈયાર કરવાનો છે, જેઓ કટોકટીના સમયે…

Read More

આર્થિક સંકટના કારણે કોઈ દર્દી સારવારથી વંચિત ન રહે તે માટે સાંસદ પ્રભુભાઈ વસાવાનો સેવાયજ્ઞ: ૧૨ વર્ષમાં ગંભીર દર્દીઓ માટે રૂ.૧૩.૭૫ કરોડની સહાય મંજૂર કરાવી

હિન્દ ન્યુઝ, સુરત      બારડોલીના લોકાભિમુખ સાંસદ પ્રભુભાઈ વસાવાના સતત અને સંવેદનશીલ પ્રયત્નોના પરિણામે વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી આર્થિક રાહત મળી છે. છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ગંભીર અને જીવલેણ બીમારીઓથી પીડિત દર્દીઓની વહારે આવીને સાંસદશ્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF) હેઠળ કુલ રૂ.૧૩.૭૫ કરોડની માતબર આર્થિક સહાય મંજૂર કરાવી છે. સાંસદ પ્રભુભાઈ વસાવાના વ્યક્તિગત રસ અને સક્રિય સંકલનને કારણે મંજૂર થયેલી આ સહાયથી બારડોલી સંસદીય ક્ષેત્રના ૧૦૦થી વધુ ગંભીર દર્દીઓ અને તેમના પરિવારોને મોંઘીદાટ સારવાર માટે બહુમોટી આર્થિક સંજીવની મળી છે. કેન્સર, કિડની, હૃદયરોગ જેવી અત્યંત ખર્ચાળ…

Read More

૧૨૦ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂકપત્રો એનાયત કરતા જિલ્લા કલેક્ટર તેજસ પરમાર

હિન્દ ન્યુઝ,      રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામેલા ૧૨૦ પૈકી ૧૧૪ મહેસૂલી તલાટીઓને સુરત જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૬ ઉમેદવારોને ગાંધીનગરમાં યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરાયા હતા. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે નવી નિમણૂક પામેલા મહેસૂલી તલાટીઓને પ્રામાણિકતા, પારદર્શિતા અને લોકકેન્દ્રિત અભિગમ સાથે પોતાની ફરજો નિભાવવાની શીખ આપી ઉજ્જવળ કારકીર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત મહેસૂલી તલાટીઓ રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર મહેસૂલી સેવાઓ ઉપલબ્ધ…

Read More

ઉનાળું સીઝનમાં ફક્ત ટામેટાના ૧ જ પાક થકી ૭૦ હજારની આવક મેળવતા ભાવસિંહ બામણ્યા

હિન્દ ન્યુઝ, દાહોદ કાકુલ ઢાકિઆ (બાગાયતી/પ્રાકૃતિક ખેતી સફળ વાર્તા) વાત છે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં બાવકા ગામના સિમળખેડી ફળિયામાં રહેતા ખેડૂત ભાવસિંહ બામણ્યાની. હા, ભાવસિંહભાઈ બામણ્યા છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિ થકી ખેતી કરી રહ્યા છે. શાકભાજીમાં એઓ રીંગણ, ટામેટાં, ભીંડા, કાકડી, મરચાં તેમજ ગવારની ખેતી કરી રહ્યા છે. સાથોસાથ અનાજમાં મકાઇ તેમજ ઘઉં પણ સીઝન મુજબ કરે છે.  આ વર્ષમાં એમણે ઉનાળુ પાક માટે રૂ. ૨ નો ૧ છોડ એમ કુલ ૭૦૦ છોડ વેલાવાળા ટામેટાંના લાવીને કર્યા હતા. રૂ. ૧૪૦૦ ના લાવેલ ટામેટાંના છોડ સામે મને રૂ. ૭૦,૦૦૦ ની…

Read More

હરિયાણા વિધાનસભાની પિટિશન સમિતિના પ્રતિનિધિમંડળે સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      હરિયાણા વિધાનસભાની પિટિશન સમિતિના પ્રતિનિધિમંડળે આજ રોજ સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કની મુલાકાત લીધી હતી.  હરિયાણા વિધાનસભાની પિટિશન સમિતિના અધ્યક્ષ વિનોદ ભયાનાના નેતૃત્વ હેઠળ સમિતિના સભ્ય શ્રીમતી શકુંતલા ખટક, લક્ષ્મણસિંહ યાદવ, ચંદેર પ્રકાશ સહિતના પ્રતિનિધિમંડળ તા. ૨૯ જૂનથી ૩ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્યના અભ્યાસ પ્રવાસે છે. પ્રતિનિધિમંડળે આજ રોજ દેવળીયા સફારી પાર્કની મુલાકાત લઈ એશિયાટિક સિંહ સહિત ગીરના સમૃદ્ધ વન્યજીવનનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓએ ગીર અભ્યારણ્યના સંરક્ષણ, વન્યપ્રાણી વ્યવસ્થાપન, જૈવ વૈવિધ્યના જતન તેમજ ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવતી…

Read More

ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય: દાહોદ જિલ્લામાં જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર (DILR) કચેરીનું તાલુકા મથકોએ વિકેન્દ્રીકરણ; હવે ૧૧ તાલુકાઓમાં નવી ILR કચેરીઓ કાર્યરત

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને જમીન માપણી, હક્ક પત્રક કે જમીન રેકોર્ડને લગતી સેવાઓ મેળવવામાં વધુ સરળતા રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ લોકાભિમુખ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મહેસુલ વિભાગના ઠરાવ અને સેટલમેન્ટ કમિશનર તથા જમીન દફ્તર નિયામકના આદેશાનુસાર, અત્યાર સુધી જિલ્લા કક્ષાએ સીમિત રહેલી જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર (DILR) વર્ગ-૨ હસ્તકની કામગીરીઓનું હવે તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આ વહીવટી સુધારાના ભાગરૂપે દાહોદ જિલ્લાના જુદા-જુદા ૧૧ તાલુકાઓમાં નવી તાલુકા કક્ષાની જમીન દફ્તર નિરીક્ષક (Inspector of Land Records –…

Read More