રોટરી ક્લબ ઓફ સુરત સી-ફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલને રૂ.૩૦ લાખની કિંમતના અત્યાધુનિક હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીનની ભેટ

હિન્દ ન્યુઝ, સુરત    સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ તેમજ જનઉપયોગી બનાવવાની દિશામાં વધુ એક લોકહિતનું પગલું ભરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય તબીબી કેન્દ્ર અને હજારો દર્દીઓ માટે જીવનરક્ષક બનેલી નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સારવાર અર્થે આવતી સગર્ભા મહિલાઓની સુવિધા માટે ‘રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ’ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત રૂ. ૩૦ લાખની કિંમતના અત્યાધુનિક હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીનની ભેટ આપવામાં આવી છે. આ નવીનતમ તકનીકી સુવિધા હેઠળ સિવિલમાં સારવાર માટે આવતી હજારો જરૂરિયાતમંદ મહિલાઓને એક જ સ્થળે ઉચ્ચ ગુણવત્તાસભર, ઝડપી અને સચોટ…

Read More

નવસારી જિલ્લામાં પૂરગ્રસ્ત પરિવારોને વિવિધ રાહત સહાયના વિતરણની કામગીરી સતત કાર્યરત

હિન્દ ન્યુઝ, નવસારી     તાજેતરમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકારના ધોરણો મુજબ કેશડોલ, ઘરવખરી, મકાન તથા પશુમૃત્યુ સહાય ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વે, વેરિફિકેશન અને સહાયની ચૂકવણીની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.            તા. ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ ૩૮,૪૭૯ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૬.૭૨ કરોડથી વધુની કેશડોલ સહાય ચૂકવવામાં આવી છે.           આ ઉપરાંત ઘરવખરી સહાય હેઠળ રૂ.…

Read More

ડાંગ હવામાન અપડેટ

હિન્દ ન્યુઝ, ડાંગ હવામાન અપડેટ  🌦️ ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની Nowcast આગાહી મુજબ ડાંગ જિલ્લો ગ્રીન ઝોનમાં સમાવાયો છે. એટલે કે હાલમાં જિલ્લામાં કોઈ ગંભીર હવામાન ચેતવણી નથી. ✅ ગુજરાતના ઉત્તર અને પૂર્વ-દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ, હળવી ગાજવીજ અને 40 કિમી/કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ⚠️ યલો ઝોનમાં સમાવાયેલા જિલ્લાઓ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી. 🔹 વીજળી પડવાની સંભાવના ઓછી (30%થી ઓછી) હોવાનું IMDએ જણાવ્યું છે. 🙏 નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ.

Read More

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે ઘોઘલી ગામે પશુ મૃત્યુ સહાયના કુલ ૧૨ પશુ પાલકોને રૂ. ૭,૫૪,૫૦૦ ની સહાયના ચેક અર્પણ

હિન્દ ન્યુઝ, ડાંગ    તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાની નદીઓમાં અતિભારે પૂરની પરિસ્થિતિમાં કુદરતી આપત્તિના કારણે પશુહાનિ ભોગવનાર આહવા તાલુકાના ઘોઘલી ગામના ૧૨ પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલી કુલ રૂ. ૭,૫૪,૫૦૦ની સહાયના ચેકનું આજે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. વિજયભાઇ પટેલે સૌ પશુપાલકોને રૂબરૂ મુલાકાત કરી સાંત્વના પાઠવી સહાયનો ચેક અર્પણ કર્યો હતો. ભારે વરસાદના કારણે ઘોઘલી ગામમાં કુલ ૨૧ પશુઓના મૃત્યુ નોઁધાયા હતા.  આ પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આપત્તિગ્રસ્ત પરિવારોની પડખે અડીખમ…

Read More

જાખાના જિલ્લા પંચાયત સીટના વિવિધ રસ્તાઓ અને પ્રાથમિક શાળાના વિકાસ કામોની સ્થળ મુલાકાત લેતા વિજયભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જાખાના જિલ્લા પંચાયત સીટના તેમના પ્રવાસ દરમિયાન વિસ્તારના વિવિધ માર્ગો અને શાળાના વિકાસ કામોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન ગલકુંડ-જામદર-પાયરપાડા રોડ, જામદર-પાયરપાડા રોડ, વાંકી રોડ તથા જાખાના-કોટમદર રોડ ખાતે રૂબરૂ મુલાકાત લઈ રસ્તાઓની સ્થિતિ અને ચોમાસા કે અન્ય સીઝનમાં પડતી મુશ્કેલીઓની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. આ તમામ રસ્તાઓ પરથી પસાર થતા ગ્રામજનો અને વાહનચાલકોને પડતી હાલાકીનો ભવિષ્યમાં કાયમી અને સચોટ ઉકેલ આવે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…

Read More

વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે અર્બન હોસ્પિટલ, દાહોદ ખાતે રક્તદાન શિબિર અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી તેમજ હેલ્થ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત ટી.આઈ.પ્રોજેક્ટ દ્વારા દિશા-ડાપકું અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્કના સહયોગથી અર્બન હોસ્પિટલ, રળિયાતી ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર અને હિપેટાઇટિસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત,જિલ્લા ક્ષય અધિકારી (DTHO) ડૉ.આર.ડી.પહાડીયા, સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શેઠ તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રોજેક્ટ મેનેજર દ્વારા મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ.આર.ડી.પહાડીયાએ ઉપસ્થિત નર્સિંગ વિદ્યાર્થીઓ અને હાઈ રિસ્ક ગ્રુપ (HRG)ના સભ્યોને હિપેટાઇટિસના લક્ષણો,…

Read More

સશક્ત દીકરી – કલેક્ટર ઇન ક્લાસરૂમ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સંવેદનશીલ અને પ્રેરણાદાયી “સશક્ત દીકરી – કલેક્ટર ઇન ક્લાસરૂમ” અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, કેવડીની ખાસ મુલાકાત લીધી હતી. કલેક્ટરએ વર્ગખંડમાં દીકરીઓ વચ્ચે બેસીને અત્યંત હૃદયસ્પર્શી અને પ્રોત્સાહક સંવાદ સાધ્યો હતો.  આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ જણાવ્યું હતું કે, નારી શક્તિમાં અસીમ ક્ષમતા રહેલી છે. દીકરીઓએ ક્યારેય નિષ્ફળતાથી ડરવું ન જોઈએ અને સતત મહેનત કરી પોતાના સપના સાકાર કરવા જોઈએ. અત્યંત સરળ શૈલીમાં ‘ગુડ ટચ અને બેડ ટચ’ વિશે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, કોઈપણ અયોગ્ય…

Read More

જિલ્લા વિકાસ અધિકારીની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારીની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, જિલ્લા કલેક્ટરશ્રીઓની સત્તામર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશનને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા ₹15 લાખથી વધારીને ₹1 કરોડ, કેન્દ્ર સરકારના વિભાગોને જાહેર હેતુ માટે 1 હેક્ટર…

Read More

મોરબીમાં એલ.ઈ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી     કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે સતત મહેનત અને સેલ્ફ સ્ટડી કરવા પ્રોત્સાહિત કર્યા પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુની તૈયારી માટે ટાઇમ-ટેબલ અને ન્યૂઝ પેપરના નિયમિત વાંચન પર ભાર મુકાયો

Read More

‘બેટી બચાવો બેટી પઢાઓ’ અંતર્ગત મોરબીમાં યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી  ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમમાં ૧૦૦ જેટલી દીકરીઓએ જિલ્લા કલેક્ટર સાથે સીધો સંવાદ કર્યો હતો. કલેક્ટર સ્વપ્નિલ ખરે એ દીકરીઓને લક્ષ્ય નિર્ધારિત કરી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સર્વાંગી પ્રગતિ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું  સ્કૂલ-કોલેજની દીકરીઓએ જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ વહીવટી તંત્રની કામગીરી અને યોજનાઓના અમલીકરણ વિશે માહિતી મેળવી

Read More