હિન્દ ન્યુઝ, પોરબંદર શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ), પોરબંદર ખાતે ત્રણ દિવસીય ઝોન કક્ષાના ‘એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫-૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે નવા પ્રયોગો અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાની પરંપરા મુજબ સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રાચાર્ય ડૉ. અલ્તાફ રાઠોડ દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે “શિક્ષકોના નાવિન્ય પ્રયત્નોનો સંપુટ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ડૉ. કશ્યપ જોશીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.…
Read MoreDay: February 9, 2026
પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રૂ. ૧ કરોડ ૭૩ લાખના ખર્ચે વોકળા ઊંડા ઉતારવાના કામોનું મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, પોરબંદર પોરબંદર જિલ્લામાં જળસંચયના સ્તરને મજબૂત કરવાના હેતુથી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સિંચાઈ અને પાણીની સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે માટે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ અંતર્ગત રૂ. ૨૩ લાખના ખર્ચે લાવડીયા દેગામ વોકળાને ઊંડો ઉતારવાના કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જ્યારે રૂ. ૧૫૦ લાખના ખર્ચે મસાણીયા વોકળાને ઊંડો કરવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. અંદાજે કુલ રૂ. ૧૭૩ લાખના ખર્ચે હાથ ધરાનારી આ કામગીરીને કારણે ચોમાસામાં પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા…
Read Moreદાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે મુવાલીયા ૦૧ અને નસીરપુર ૦૧ આંગણવાડી કેન્દ્રનું કરાયું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે મુવાલીયા ૦૧ અને નસીરપુર ૦૧ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ સાથે જ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પોષણ સેવાઓ પૂરી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓએ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો આભાર માન્યો હતો અને આંગણવાડી કેન્દ્રના વિકાસ માટે સહકાર આપવાની ભરોસો આપ્યો હતો.
Read Moreકડછ ગામની એલ.જી. જાડેજા હાઈસ્કૂલ ખાતે ‘સીઆઈએસએફ વંદે માતરમ સાયક્લોથોન-2026’નું ભવ્ય સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, પોરબંદર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત ‘વંદે માતરમ સાયક્લોથોન-2026’ કડછ ગામની એલ.જી. જાડેજા હાઈસ્કૂલ ખાતે પહોંચતા શાળા પરિવાર અને ગ્રામજનોએ સાઈકલિસ્ટોનું તિલક કરી અને હાર પહેરાવી આત્મીય સ્વાગત કર્યું હતું. સમગ્ર પરિસર દેશભક્તિના નારા અને ઉત્સાહભેર વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ગામના યુવાનો, CISF જવાનો તેમજ એન.સી.સી. કેડેટ્સના સંયુક્ત સંકલનથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દેશપ્રેમના ગીતો, નૃત્યો અને પ્રસ્તુતિઓ દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્રસુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિએ પોતાના ઉદ્બોધનમાં ‘સીઆઈએસએફ વંદે માતરમ સાયક્લોથોન-2026’ના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે…
Read Moreહાથીપગા રોગ નિર્મૂલનના લક્ષ્યને સિદ્ધ કરવાના ઉદ્દેશથી સામૂહિક દવા વિતરણ કાર્યક્રમના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ડાંગ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશભરમાંથી હાથીપગા એટલે કે, ફાઈલેરિયા રોગ નિર્મૂલનનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલ તા. ૧૦થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નેત્રંગ, નાંદોદ, ડેડિયાપાડા અને વઘઇમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૭ જિલ્લા હાથીપગા રોગ માટે સંવેદનશીલ ગણાય છે. આ અભિયાન અંતર્ગત હાથીપગા રોગ માટેના સંવેદનશીલ નથી તેવા જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં રાત્રી બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પરીક્ષણ બાદ ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો, નર્મદાનો…
Read Moreતાલુકા પંચાયત પ્રમુખ લીમખેડાના અધ્યક્ષ સ્થાને કાચલા મંદિર ખાતે કિશોરી મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ, જિલ્લા મહિલા પ્રોગ્રમ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકાના દાભડા કાચલા મંદિર ખાતે તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિશોરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ ટીમ દ્વારા દીકરીઓને માસિક ધર્મ અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ અને તેમના કાનૂની અધિકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમની ટીમ દ્વારા હાજર રહેલી કિશોરીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને પોષણક્ષમ આહાર તથા વ્યક્તિગત સ્વચ્છતા…
Read Moreજૂનાગઢમાં વર્ષ ૨૦૨૬ના મહાશિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ના માર્ગદર્શન હેઠળ, જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ બોર્ડના સંકલન સાથે જૂનાગઢમાં વર્ષ ૨૦૨૬ના મહાશિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો આગામી તા.૧૧ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી યોજાશે. આ વખતે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો ગિરનાર દરવાજા અને ભરડાવાવથી ભવનાથ મંદિર સુધી નો આશરે ૩.૧ કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્ષે મેળાનો વ્યાપ ગિરનાર દરવાજા અને ભરડાવાવ દરવાજાથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીનો રહેનાર છે. આશરે ૩.૧ કિલોમીટરનો આ સમગ્ર રૂટ પર સવિશેષ સુશોભન કરવામાં આવી…
Read More