મહિસાગર કલેકટર અને પોલીસ અધિક્ષક દ્રારા અનોખી રીતે નારી વંદનની ઉજવણી

હિન્દ ન્યુઝ, મહિસાગર

સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી નારીઓના કાર્યોને, તેમની નિષ્ઠા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવવા રાજ્ય સરકારે નારી વંદન ઉત્સવનો પ્રારંભ કર્યો છે તે અંતર્ગત બીજા દિવસે નારી વંદન ઉત્સવ નિમિતે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી અન્વયે કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી ખાતે આયોજિત કોફી વિથ કલેક્ટર અને પોલીસ અધિક્ષક કાર્યક્રમમાં રમત ગમત ક્ષેત્રે આગળ પડતી મહિલા રમતવીરોનું અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓને પોત્સાહિત કરી દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ માં ઉપસ્થિત શાળાની બાળાઓને કે જેમને ફૂટબોલ,રમત-ફેન્સિંગ, જુડો, દોડવીર, ગોળાફેક, ૨૫ મીટર દોડ, બોચીની રમત, એસ.એસ.સી, બોર્ડ પરીક્ષા વગેરેમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળાઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલેકટર એ જિલ્લાની દીકરીઓ સ્પોર્ટ્સમાં આગળ વધી પરિવાર, ગામ અને જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકાનાઓ પાઠવી જણાવ્યું હતું કે બાળકોના જીવનમાં અગત્યનો ફાળો શિક્ષક અને માતા – પિતાનો હોઈ છે માટે હંમેશા બાળકોને પ્રોત્સહિત કરી આગળ વધારવા જોઈએ. બાળકોમાં છૂપાયેલી શક્તિને બહાર લાવી આગળ વધારવા જોઈએ.

કલેક્ટર ભાવિન પંડયા અને પોલીસ નાં અધિક્ષક જયદિપસિહ જાડેજા ઉપસ્થિત બાળાઓની સિધ્ધિઓ સાંભળી આ બાળાઓને તેમના ઉજવલ્લ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment