બરવાળા તાલુકાના ચોકડી ખાતે તા.૦૯ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બરવાળા પ્રાંત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગની યોજનાને લગતા વ્યકિતગત પ્રશ્નોના નિકાલ માટે બરવાળા તાલુકાના ચોકડી પ્રાથમિક શાળા ખાતે તા.૦૯-૦૪-૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો તરફથી આવક, જાતિ, ક્રીમીલીયર, ડોમીસાઈલ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઈશ્યુ કરવા, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતી, વિભાગોની સ્કીમ હેઠળના વ્યકિતગત લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલર્શીપ યોજનાના લાભો, વિધવા સહાય, નિરાધાર સહાય યોજના, વારસાઈ નોંધ દાખલ કરવાની અરજીઓ કરી શકશે. બરવાળા તાલુકાના ચોકડી ગામ ખાતે યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમમાં ચોકડી, નભોઈ, પીપરીયા તથા અંકેવાળીયા ગામના નાગરીકો વિવિધ યોજનાકીય અને સેવાકીય રજુઆત કરી શકશે જેથી તા.૦૯/૦૪/૨૦૨૨ ના રોજ સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી યોજાનાર આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા વધુમાં જણાવવામાં આવે છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment