હિન્દ ન્યુઝ, મહીસાગર
કેન્દ્ર સરકારનાં સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓ માટે SCHEME FOR RESIDENTIAL EDUCATION FOR STUDENTS IN HIGH SCHOOLS IN TARGETED AREAS (SHRESHTHA) યોજના અમલમાં છે.ઉક્ત યોજના અંતર્ગત ધો.9 થી 12માં અભ્યાસ કરતાં અનુસુચિત જાતિનાં તેજસ્વી વિધાર્થીઓને CBSE માન્ય શાળાઓમાં વિનામૂલ્યે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવનાર છે. ઉક્ત યોજનામાં વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે NATIONAL TESTING AGENCY (NTA) દ્વારા NATIONAL ENTRANCE TEST FOR SHRESHTHA (NETS) લેવામાં આવનાર છે વર્ષ 22-23 માટે અનુસુચિત જાતિના વિધાર્થીઓને ધો.9 અને 11માં પ્રવેશ મેળવવા માટે NATIONAL TESTING AGENCY (NTA) દ્વારા તા.07/05/2022ના રોજ ઓફલાઇન પરીક્ષા યોજાનાર છે. અને પાત્રતા ધરાવનાર વિધાર્થીઓને તા.14/04/2022 સુધીમાં NTA પોર્ટલ પર http://nta ac.in અથવા https://shreshta.nta.nic.in પર તેમનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે. તેમ નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી, લુણાવાડા જિલ્લો મહીસાગરની અખબારીયાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર