હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ અને સુરત હોર્સ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અડાજણ કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘૭મા તાપી અશ્વ શો-૨૦૨૬’નું ભવ્ય સમાપન થયું છે. ચાર દિવસીય અશ્વ મહોત્સવમાં અશ્વોની શક્તિ, ગતિ અને સૌંદર્યનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો, જેમાં ૧ લાખ ૨૦ હજારથી વધુ નાગરિકોએ મુલાકાત લઈ અશ્વ સંસ્કૃતિને સંસ્કૃતિને માણી હતી. આ શોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવેલા મારવાડી, કાઠિયાવાડી, કચ્છી અને સિંધી નસલના ૩૪૦થી વધુ જાતવાન અશ્વો…
Read MoreMonth: February 2026
સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન(SLAC)-વર્ષ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યસ્થાને બેઠક મળી
હિન્દ ન્યુઝ, સુરત સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન(SLAC)-વર્ષ -૨૦૨૬ અન્વયે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર વર્ષે તા.૩૦મી જાન્યુ.થી તા.૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન રક્તપિત વિશે લોકોમાં જનજાગુતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, જિલ્લા રક્તપિત્ત અધિકારી જિજ્ઞેશ પટેલ સહિત તાલુકા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રક્તપિત્ત રોગને નાથવા અને રોગને નાબુદ કરવાના સક્રિય પગલાઓ, માટે વધુમાં વધુ જનજાગૃતિ કાર્યો…
Read Moreવલસાડ જિલ્લા કક્ષાનો 11 મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ધરમપુર મુકામે યોજાયો
હિન્દ ન્યુઝ, વલસાડ જી.સી.ઈ.આર.ટી ગાંધીનગરની પ્રેરણા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડના આયોજન હેઠળ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે તારીખ 29 અને 30 જાન્યુઆરી 2026 ના રોજ ધરમપુર મુકામે, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે બે દિવસનો વલસાડ જિલ્લા કક્ષાનો 11મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાઈ ગયો હતો. એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ એ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની એક ઉજ્જવળ પરંપરા છે કે જેમાં દર વર્ષે શાળા શિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષક, આચાર્યો કે અન્ય હિતધારકો પોતે કરેલ વિશિષ્ટ…
Read Moreલુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને ૧૨૦ વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર
હિન્દ ન્યુઝ, સુરત ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા આગવી ઓળખ ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત થયેલી અને આજે GI ટેગ ધરાવતી સુરતની જરીકલા, જરી-જરદોશી વર્ક પ્રાચીન સમયથી ચાલતી આવતી એક અમૂલ્ય પરંપરા છે. આવી જ પરંપરાને સુરતના સગરામપુરાનો જરીવાલા પરિવાર છેલ્લા ૧૨૦ વર્ષથી વધુ સમયથી જીવંત રાખી રહ્યો છે. સુરતની ઓળખ માત્ર ખાણીપીણી કે ઉદ્યોગોથી નહીં, પરંતુ જરી ઉદ્યોગ જેવી પરંપરાગત કલાઓથી પણ બનેલી છે. સુરતના સગરામપુરાના…
Read Moreશેરડીના પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે ખેતીવાડી ખાતાની માર્ગદર્શિકા
હિન્દ ન્યુઝ, સુરત દક્ષિણ ગુજરાતના મુખ્ય ગણાતા શેરડીના પાકમાં હાલમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આ જીવાત પાકના પાનમાંથી રસ ચૂસીને ખેતીને મોટું નુકસાન પહોંચાડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે સંકલિત વ્યવસ્થાપનની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શેરડીના પાક માટે ખેતરમાં વધારાના પાણીના નીતારની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. ક્ષારીય જમીનમાં શેરડીનું વાવેતર કરવાનું ટાળવું અથવા લામ પાક લેવો નહીં. રાસાયણિક ખાતર તેમજ પિયત હંમેશા ભલામણ મુજબ જ આપવું. સફેદ માખીના…
Read Moreવડોદરા ખાતે વિશાળ સત્સંગ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહભાગી બન્યા
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતિ અને તેમની દીક્ષા પૂર્ણ થવાના ૬૯ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે આયોજિત વિશાળ સત્સંગ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહભાગી બન્યા હતા. આ વેળાએ શ્રી મહંત સ્વામિ મહારાજ અને શ્રી ડોક્ટર સ્વામિએ આશીર્વચન પાઠવ્યા હતા. આ સાથે નૃત્ય નાટિકાઓ, મંત્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહાનુભાવો આરતીમાં સહભાગી થયા હતા. પ. પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી. એ. પી. એસ સંસ્થાના ૩ વર્ષથી…
Read Moreકેવડી ઈકો ટુરિઝમ સાઈટ-માંડવી ખાતે વનવિભાગના કર્મચારીઓ માટે ‘આયુષ સર્વરોગ નિદાન કેમ્પ’ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત જિલ્લા પંચાયતની આયુષ શાખા અને વનવિભાગ-સુરતના સંયુક્ત ઉપક્રમે માંડવી તાલુકાની કેવડી ઈકો ટુરિઝમ સાઈટ ખાતે વનવિભાગના કર્મચારીઓ માટે બે દિવસીય ‘આયુષ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ’ યોજાયો હતો. જેમાં વન કુલ ૧૬૩ વનકર્મીઓનું સઘન મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો પ્રારંભ જિલ્લા આયુષ અધિકારી ડૉ. મિલન દશોંદી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) એચ. જે. વાંદાના હસ્તે ભગવાન ધન્વંતરિની વંદના સાથે કરવામાં આવ્યો હતો. કેમ્પમાં જરૂરિયાત મુજબ આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન…
Read Moreવિલ્સન અલ્ટ્રા મેરાથોન એડિશન 3 સફળતાપૂર્વક સંપન્ન : ધરમપુર હિલ-રનિંગનું નવું રાષ્ટ્રીય કેન્દ્ર બની રહ્યું છે
હિન્દ ન્યુઝ, ધરમપુર વલસાડ જિલ્લાનો ધરમપુર આજે ફરી એકવાર રમતગમત, પર્યટન અને સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બની ગયો કારણ કે વિલ્સન અલ્ટ્રા મેરાથોન એડિશન 3 નું ભવ્ય અને સફળ આયોજન 1 ફેબ્રુઆરીએ પૂર્ણ થયું હતું. 18th Kilometer દ્વારા આયોજિત આ મેરાથોનમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા 550થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં 150 આદિવાસી દીકરીઓનો સમાવેશ હોવાથી ઇવેન્ટને વિશેષ સામાજિક ઊર્જા મળી હતી. દોડનું પ્રારંભ બિંદુ સિદૂંબર પ્રાથમિક શાળાને બનાવવામાં આવ્યો હતો અને રાત્રિના 3 વાગ્યે દોડવીરો વિલ્સન હિલ તરફ આગળ વધ્યા હતા. ઉંચાઈ અને વળાંકોથી ભરેલો આ માર્ગ…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાની ૬૬ ગ્રામ પંચાયતોના નવીન ભવનનું ખાતમુહૂર્ત કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ મુકામેથી સમગ્ર રાજ્યમાં કુલ-૨૬૬૬ નવીન ગ્રામ પંચાયત ભવનોના ઇ-ખાતમુહૂર્ત તથા ૧૧૪ ગામોમાં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જામનગર જિલ્લાનું જિલ્લા કક્ષાનું આયોજન હર્ષદપુર મુકામે ટુ-વે કનેક્ટિવિટીના માધ્યમથી યોજાયું હતું. જે અંતર્ગત જામનગર જિલ્લાની કુલ ૬૬ ગ્રામ પંચાયત ભવનોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬માં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ હેઠળ ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી અને નગરપાલિકામાં ન ભળેલ હોય તેવી ગ્રામ પંચાયતોમાં શહેર જેવી સુવિધાઓ વિકસાવવાના ભાગરૂપે, જામનગર જિલ્લાની લાલપુર…
Read Moreગુજરાતના ટેબ્લોને સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ કેટેગરી”માં પ્રથમ એવોર્ડ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 77મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ‘સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્’ થીમ આધારિત ગુજરાતના ટેબ્લોને મળેલ સન્માન ટ્રોફી અને પ્રશંસાપત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યા. માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણી દ્વારા વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ સંજીવકુમાર તથા માહિતી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
Read More