હિન્દ ન્યુઝ, સુરત
સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન(SLAC)-વર્ષ -૨૦૨૬ અન્વયે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર વર્ષે તા.૩૦મી જાન્યુ.થી તા.૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન રક્તપિત વિશે લોકોમાં જનજાગુતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, જિલ્લા રક્તપિત્ત અધિકારી જિજ્ઞેશ પટેલ સહિત તાલુકા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રક્તપિત્ત રોગને નાથવા અને રોગને નાબુદ કરવાના સક્રિય પગલાઓ, માટે વધુમાં વધુ જનજાગૃતિ કાર્યો હાથ ધરવા કલેકટરએ સૌને અનુરોધ કર્યો હતો. આ વર્ષે રક્તપિત અંગે જનજાગૃતિ પખવાડિયા અન્વયે એન્ટી લેપ્રસી ડેની થીમ “Ending Discrimination, Ensuring Dignity” એટલેકે “ઘૃણાનો અંત લાવવા, ગૌરવને સ્વીકારવા” માટે તેમજ “ધૃણા અને ભેદભાવ પ્રત્યે શુન્ય સહિષ્ણુતા” દાખવવા તમામ જિલ્લાઓમાં ગ્રામસભાના માધ્યમથી રક્તપિત વિશે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
