વિવિધ રોપાઓ, વડલાની વડવાઈ, વેલ સહિતની પ્રકૃતિની અનુભૂતિ કરાવતું સિધ્ધિ વિનાયક ગણપતિનું પંડાલ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારના સિધ્ધિ વિનાયક ગણપતિ પંડાલ અનેક દર્શનાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણકે અહિયાં સંપૂર્ણ પંડાલ સરકારની માર્ગદર્શિકા મુજબ બનાવવામાં આવ્યું છે. તેઓ છેલ્લા ૧૨ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે. આ ગણપતિ પંડાલનું સંપૂર્ણ આયોજન ૧૭ થી ૨૧ વર્ષના ૧૪ યુવાનો દ્વારા કરવામાં આવે છે. જેનાથી યુવાનોમાં સંકલન, એકતા,  અને ભક્તિના ગુણો કેળવાય છે. સિધ્ધિ વિનાયક ગણપતિ પંડાલના પ્રાંગણના ભાગે વિવિધ વનસ્પતિઓના રોપાઓ મુકાયા છે, પંડાલની છતને વેલ અને  દીવાલને વડની વડવાઈથી શણગારી પ્રકૃતિની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત, ગણેશજીની મૂર્તિની આસપાસ પણ રોપાઓ મુકવામાં આવ્યા છે.…

Read More

ભાવનગર વાણંદ સોસાયટી નજીક મહાદેવ મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી

 હિન્દ ન્યુઝ, ભાવનગર           ભાવનગર ખાતે મહાદેવ મિત્ર મંડળ દ્વારા આયોજિત 18 મો ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવેલ સત્યનારાયણની કથા કતપુતલી જેવા કાર્યક્રમો નો આયોજન કરેલ અને આજુબાજુના સ્થાનિકો દ્વારા રોજ મહા આરતીનો લાભ લીધેલો રોજ રાત્રી દરમિયાન અલગ-અલગ પ્રસાદીનું આયોજન પણ કરેલ. ~: આયોજક શ્રી ઓ :~ નિલેશભાઈ ભાલીયા કેતનભાઇ વાળા હિરેન પરમાર વાલાભાઈ પરમાર ભરતભાઈ મેર લાલજી ઢાંપા

Read More

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આવતીકાલે ગાંધીનગર ખાતેથી ૨૩૩ આંગણવાડી કેન્દ્રો ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર           મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આવતીકાલ તા. ૨ સપ્ટેમ્બરે ૨૩૩ આંગણવાડી કેન્‍દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાતના નાના ભૂલકાંઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે પોષણ મળી રહે તે હેતુસર રાજ્યભરમાં આંગણવાડી કેન્‍દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે.           મંત્રીના હસ્તે આંગણવાડીની કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૧ સેજા કચેરી, ૧ ઘટક કચેરી અને ૨૩૩ આંગણવાડી કેન્‍દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત  ગાંધીનગર ખાતેથી…

Read More

જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને સક્ષમ શાળા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત ખાતે ‘સક્ષમ શાળા પુરસ્કાર’ સમારોહ યોજાયો હતો. જેમાં સુરત શહેર, તાલુકા-જિલ્લાકક્ષાએ સ્વચ્છ, હરિયાળી અને સલામત તેમજ સર્વાંગી વિકાસ ધરાવતી પ્રાથમિક અને માધ્યમિક ગ્રામીણ– શહેરી–નિવાસી શાળાઓને પસંદ કરીને સક્ષમ શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણના આગવા મહત્વ વિષે સમજ આપી હતી. તેમણે કહ્યું કે, કોઈ પણ વિકસિત દેશના પાયામાં શિક્ષણ અને આરોગ્ય બે મહત્વના સ્તંભ તરીકે કાર્ય કરે છે. શિક્ષિત અને સ્વસ્થ બાળકો વિકસિત સમાજ અને…

Read More

રાજકોટ મહાનગરપાલિકા કક્ષાનાં ૭૬મા વન મહોત્સવની સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને રાજકોટ શહેર અને જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યભરમાં ૭૬મા વન મહોત્સવની ઉજવણીમાં નાગરિકો જોડાઈને વૃક્ષો વાવી રહ્યાં છે. ત્યારે રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા કક્ષાનાં  ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ શહેરીજનોને વૃક્ષ વાવી શહેરને ગ્રીન રાજકોટ, ક્લિન રાજકોટ બનાવવા અપીલ કરી હતી. ૭૬ વર્ષથી આપણે વન મહોત્સવનો વારસો જાળવી વૃક્ષો વાવી રહ્યાં છે તેમ મેયરશ્રીએ ઉમેર્યું હતુ. વન મહોત્સવ એ ફક્ત કાર્યક્રમ નથી, પણ જન…

Read More

ગોંડલ ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો : ૧૬ સ્વ સહાય જૂથની બહેનોને રૂ. ૨૪.૫૦ લાખની લોન મંજુર કરાઇ

હિન્દ ન્યુઝ, ગોંડલ      ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ (એન.આર.એલ.એમ.) યોજના અંતર્ગત સ્વ સહાય જૂથની બહેનો આજીવિકા પ્રાપ્ત કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા માઈક્રો ફાયનાન્સ સ્કીમ હેઠળ લોન આપવામાં આવે છે. જે અન્વયે આજરોજ  ગોંડલ તાલુકા પંચાયત કચેરી ખાતે એ.ટી.ડી.ઓ મેહુલભાઈ ભરડવાની અધ્યક્ષતામાં  વિવિધ બેંકોના સહયોગથી ક્રેડિટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૬ જેટલા સ્વ સહાય જૂથની બહેનોને રૂ. ૨૪.૫૦ લાખની ધિરાણ રૂપે લોન મંજુર કરવામાં આવી હતી.       આ અંગે જિલ્લા આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર વિરેન્દ્રભાઈ અગ્રવાતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આયોજિત કેમ્પમાં આર.ડી.સી. બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ…

Read More